Site icon Gujarat Mirror

ધોરાજીમાં સામાન્ય વરસાદ પડતાં જ જમનાવડ રોડ ખખડી ગયો

ધોરાજીમાં સામાન્ય વરસાદ પડતાંની ધોરાજીનાં જમનાવડ રોડ પોસ્ટ ઓફિસ રોડથી જમનાવડ રેલવે ફાટક સુધીનો મુખ્ય રસ્તો બિસ્માર હાલતમાં થઈ ગયો અને મસ મોટા ખાડા પડી ગયેલ છે. આ માર્ગો કોઈ દિવસ સારાં થયા નહિ કે સારાં રહયા નહિ એમાં પણ વાત કરીએ ધોરાજી નાં જમનાવડ રોડની તો પોસ્ટ ઓફિસ ચોકથી જમનાવડ રેલવે ફાટક સુધીનો આસરે 2 કિલોમીટર જેટલો મુખ્ય રસ્તો સામાન્ય વરસાદ પડતાંની સાથે જ ખખડધજ હાલતમાં રસ્તો અને બિસ્માર હાલતમાં થઈ ગયો આ રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે કે મસ મોટા ખાડા પડી ગયા છે.

વરસાદની લીધે આ ખાડામાં પાણી ભરેલા હોય તેથી વાહન ચાલકો અને રાહદારીને ખબર નથી પડતી કે અહીં ખાડા છે અને તેને લઈને વાહન ચાલકો મુશ્કેલી પડી રહ્યી છે. સ્કુલે જતાં બાળકો વાહન ચાલકો અને રાહદારીઓ માટે ધોરાજીનાં જમનાવડ રોડ પરનો મુખ્ય રસ્તોમાથાં નાં દુખાવો સમાન બની ગયો છે જમનાવડ રોડ પર રહેતા લોકો અને દુકાન ધરાવતા વેપારી ઓનેત પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો છે. રાજકીય આગેવાન કે સરકારી તંત્રનાં લોકો પણ આજ રસ્તા પર થી પસાર થતા હશે પણ તે લોકો પણ મૌન સેવી બેઠા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે જમનાવડ રોડ પરનાં લોકોની માંગ છે કે આ સામાન્ય વરસાદ પડતાં આ હાલત રસ્તાની થી છે તેને તાત્કાલિક ધોરણે રસ્તાની મરામત થાય તેવી માંગ છે.

Exit mobile version