અમદાવાદ ડિવિઝનના અમદાવાદવિરમગામ સેક્શનમાં આવેલ સાબરમતી એ કેબિન (SBTA) અને સાબરમતી (SBTE) સ્ટેશનો વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમના કમિશનિંગ કામ માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. પ્રભાવિત થનારી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઈન્ટરસીટી એકસપ્રેસ તા.26/01/2026 અને 27/01/26 ના રોજ રદ રહેશે તથા ટ્રેન નંબર 22960 જામનગરવડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ તારીખ 27.01.2026 અને 28.01.2026ના રોજ રદ રહેશે અને ટ્રેન નંબર 22926 ઓખાઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ તારીખ 27.01.2026ના રોજ સાબરમતીઅમદાવાદ વચ્ચે એક ટ્રિપ માટે આંશિક રીતે રદ રહેશે. આ ટ્રેન તેના નિર્ધારિત રૂૂટ વાયા વિરમગામસાણંદસાબરમતીઅમદાવાદને બદલે પરિવર્તિત માર્ગ વાયા વિરમગામકટોસણ રોડકલોલસાબરમતી માર્ગ પરથી દોડશે. આ દરમિયાન આ ટ્રેનને સાણંદ અને સાબરમતી જંકશન પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં અને સાબરમતી બીજી (બ્રોડ ગેજ) સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે. આ ટ્રેન સાબરમતી જંકશનને બદલે સાબરમતી (બીજી) સ્ટેશન પર યાત્રા પૂર્ણ કરશે.
રેલવે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરી શરૂૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની જાણકારી મેળવવા માટે enquiry.indianrail.gov.inપર તપાસ કરે જેથી કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય.

