ગુજરાત
જામજોધપુર પોલીસ સ્ટેશનના અપહરણનો અઢી વર્ષથી નાસતો ફરતો આરોપી પકડાયો
મેવાસા આંબરડી ગામેથી ઝડપી લેવાયો
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મેવાસા આંબરડી ગામમાં રહેતા ભાવેશભાઈ નાનજીભાઈ ચૌહાણ નામના શખ્સ સામે આજથી અઢી વર્ષ પહેલાં જામજોધપુરના પોલીસ મથકમાં એક યુવતીના અપહરણ અંગે નો ગુનો નોંધાયો હતો, અને તે ગુનામાં ઉપરોક્ત આરોપી છેલ્લા અઢી વર્ષથી નાસ્તો ફરતો રહ્યો હતો.
દરમિયાન જામજોધપુર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી, કે ઉપરોક્ત આરોપી મેવાસાઆંબરડી ગામે આવ્યો છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ભાવેશ ચૌહાણ ને ઝડપી લીધો હતો, અને તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.જેની સાથે જેનું અપહરણ થયું હતું, તે ભોગ બનનાર યુવતી પણ મળી આવી છે. જેની તબીબી ચકાસણી કરવામાં આવી રહી છે.