ગુજરાત
શહેરમાં જલારામ જયંતીની આસ્થાભેર ભવ્ય ઉજવણી કરાઈ
જામનગર માં સંત શિરોમણી પ .પૂ. જલારામ બાપા ની 225 મી જન્મ જયંતી ની ભવ્યાતિ ભવ્ય ઉજવણી નિમિત્તે શ્રી જલારામ જયંતી મહોત્સવ સમિતિ, જામનગર લોહાણા મહાજન સહિતના રઘુવંશી સંગઠનો દ્વારા એમ.પી.શાહ કોલેજના મેદાનમાં નિર્મિત જલારામ નગરમાં પરંપરાગત રીતે માસ્તાન ભોજન (બ્રહ્મભોજન) તથા લોહાણા સમાજના નાત જમણનું આયોજન કરવામાં આવ્યું હતું. અખિલ ગુજરાત લોહાણા સમાજ ના પ્રમુખ જીતુભાઈ લાલ, જામનગર લોહાણા મહાજન પ્રમુખ ભરતભાઈ મોદી, ડો.દીપક ભગદે, હસમુખભાઈ હિંડોચા, રાજુભાઈ મારફતીયા, અરવિંદભાઈ પાબારી, અનિલભાઈ ગોકાણી, ભરતભાઈ કાનાબાર સહિતના રઘુવંશી અગ્રણીઓ દ્વારા પૂ. જલારામ બાપાની મહાઆરતી કરવામાં આવી હતી.
ત્યારપછી માસ્તાન ભોજન (બ્રહ્મભોજન) યોજાયું હતું અને એ પછી લોહાણા સમાજનું નાત જમણ સંપન્ન થયું હતું. જલારામ જયંતી નિમિત્તે સતત 25 મા વર્ષે આ આયોજન થયું હતું. હજારો રઘુવંશીઓએ મહાપ્રસાદનો લાભ લઈ પદેને કો ટુકડો ભલો-લેને કો હરીનામથ ના સુત્રને આધારે અન્નસેવાના પૂ. જલારામ બાપાના અનંત પ્રતાપી આશીર્વાદની અનુભૂતિ કરી હતી. દ્વારકા દેવસ્થાન સમિતિના વાઈસ ચેરમેન તથા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ધનરાજભાઈ નથવાણી પણ જલારામ નગરમાં આયોજીત બ્રહ્મભોજન તથા લોહાણા સમાજના નાત જમણના કાર્યક્રમની મુલાકાત લેવામાં આવી હતી. આ તકે આયોજકો જીતુભાઈ લાલ સહિત.ના અગ્રણી ઓ દ્વારા ધનરાજભાઈ નું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. ધનરાજભાઈ દ્વારા સમગ્ર આયોજનની પ્રશંસા કરી કરી શુભેચ્છાઓ પાઠવામાં આવી હતી.