ગુજરાત
વીરપુરમાં જલારામ બાપાના પરિવારમાં પુત્રના જન્મ વધામણા, 101 દીકરીઓએ કર્યા સામૈયા
સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરના પૂજ્ય જલારામ બાપાના પરિવારમાં પુત્રધન ની પ્રાપ્તિ થતા પૂજ્ય જલારામ બાપાના પરિવારજનો તેમજ ભાવિકો સહીત સમગ્ર વિરપુર ગામમાં ખુશીનો માહોલ સર્જાયો હતો,પૂજ્ય જલારામ બાપાના વારસદાર પૂજ્ય ગાદીપતિ રધુરામ બાપાના લઘુબંધુ ભરતભાઇને ત્યાં ગત 17 ઓક્ટોબરે પુત્રનો જન્મ થયો જેમનું નામ ‘દૈવત’ રાખવામાં આવ્યું,પૂજ્ય જલારામ બાપાના પરિવારજન ભરતભાઇના પુત્ર ‘દૈવત’ પ્રથમ વખત પૂજ્ય જલાબાપાના નિવાસસ્થાને આવતા હોય જેમને લઈને સમગ્ર વિરપુર ગ્રામજનોએ પૂજ્ય જલારામ બાપાના વારસદારને વધાવવા પૂજ્ય બાપાની સમાધિ તેમજ મંદીરનો મુખ્ય દરવાજો અવનવા પુષ્પોથી સુશોભિત કરવામાં આવ્યો હતો બાપાની સમાધી સ્થળેથી લઈને વિરપુરના મુખ્ય માર્ગો તેમજ જલારામ બાપાના મંદિર સુધી વીરપુરમાં જાણે ફરી દિવાળી આવી હોય તેમ શણગારવામાં આવ્યા હતા.
પૂજ્ય જલારામના પરિવાના પુત્ર ‘દૈવત’ ને વધાવવા એકસો એક દીકરીઓ દ્વારા સામૈયા કરાયા તેમજ સમગ્ર વિરપુર ગ્રામજનો દ્વારા પૂજ્ય બાપાની સમાધિ ખાતે શ્રી રામ રક્ષાસ્તોત્રના પાઠ કરવામાં આવ્યા તેમજ સમાધિ સ્થળે થી લઈને મંદિર સુધી પુષ્પવર્ષા કરવામાં આવી અને બેન્ડવાજા તેમજ રાસગરબા સાથે ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું,પૂજ્ય જલારામ બાપાના પરિવારજન ભરતભાઇના પુત્રના સ્વાગત માટે જલારામ મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા ,પૂજ્ય રસિકરામ બાપા તેમજ પરિવારજનો એ સૌપ્રથમ તો પૂજ્ય જલારામ બાપાની સમાધિ સ્થળે દર્શન કરી પૂજ્ય જલારામ બાપાની જગ્યામાં દર્શન કરાવ્યા હતા સમસ્ત ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું અને જય શ્રી રામ..જય જલારામના નારા લગાવ્યા હતા અને વાતાવરણને જલારામમય કરી દીધું હતું. (તસ્વીર : કિશન મોરબિયા).