ભલુ થયું કે રામે કોઇ લઘુમતીને ન માર્યા: વિચિત્ર પોસ્ટ પછી માફી માગતું યુપી ચૂંટણીપંચ

મતદાર સ્લિપમાં થયેલી ભૂલ અંગે ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીની કથિત જાતિવાદી ટિપ્પણીને લઈને વિવાદ વકર્યો છે. આ મામલે ચૂંટણી પંચે મંગળવારે ટિપ્પણીના “લહેકા” અને…

મતદાર સ્લિપમાં થયેલી ભૂલ અંગે ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીની કથિત જાતિવાદી ટિપ્પણીને લઈને વિવાદ વકર્યો છે. આ મામલે ચૂંટણી પંચે મંગળવારે ટિપ્પણીના “લહેકા” અને “ભાષા” બદલ માફી માંગી છે. આ વિવાદ ત્યારે શરૂૂ થયો જ્યારે અઅઙના સાંસદ સંજયસિંહે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને તે ભૂલભરેલી નોંધ અંગે પ્રશ્ન કર્યો, જેમાં “રામહિત યાદવ”નું નામ બદલાઈને “રામે યાદવને માર્યા” થઈ ગયું હતું.

આના જવાબમાં, ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) નવદીપ રિનવાની કચેરીએ કટાક્ષપૂર્ણ રીતે મતદાર યાદીમાં થયેલી આવી જ બીજી એક ભૂલનું ઉદાહરણ આપ્યું. તેમાં, રવિ શર્મા નામના મતદારના પિતાનું નામ ભૂલથી “રામે શર્માને માર્યા” તરીકે નોંધાઈ ગયું હતું. તાજેતરની વિધાન પરિષદની ચૂંટણીઓ માટેની મતદાર યાદીમાં ’રામ ને શર્મા કો મારા’ (રામે શર્માને માર્યા) જેવું વિચિત્ર નામ જોવા મળ્યું છે. “કમ્પ્યુટર કે સોફ્ટવેર જાતિવાદી હોતા નથી. અમે સ્વીકારીએ છીએ કે ભૂલ થઈ છે, પરંતુ સદભાગ્યે, આ ભૂલમાં ક્યાંય જાતિગત ભેદભાવનો કોઈ અંશ નહોતો,” તેમ યુપીના મુખ્ય ચૂંટણી અધિકારીએ ટ્વિટ કર્યું.

આ ટ્વિટમાં એક કટાક્ષપૂર્ણ ટિપ્પણી પણ હતી. તેમાં આગળ લખ્યું હતું કે, જો આ એન્ટ્રીમાં ’રામે કોઈ લઘુમતી વ્યક્તિને મારી’ એવું લખાયું હોત, તો સત્તાવાળાઓ પર સાંપ્રદાયિકતાનો આરોપ પણ લાગ્યો હોત.
સોમવારે લખનૌમાં એક પત્રકાર પરિષદ યોજીને સંજય સિંહે આરોપ લગાવ્યો કે યુપીના મુખ્ય ચૂંટણી અધિકારી “ભાજપના એજન્ટ”ની જેમ વર્તી રહ્યા છે.

સિંહે કહ્યું, “’મોહમ્મદ ઈકબાલ બેગ’નું નામ ’મોહમ્મદ ઈકબાલ ભીખ માંગતે હૈં’ (મોહમ્મદ ઈકબાલ ભીખ માંગે છે) તરીકે નોંધાયું છે.” આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદે આ વાંધાજનક ટિપ્પણીઓ બદલ રિનવા (યુપીના મુખ્ય ચૂંટણી અધિકારી) સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી.

એ પછી યુપી ચુંટણીપંચે માફી માંગતા કહ્યું: “આ હેન્ડલ પરથી કરવામાં આવેલી ટિપ્પણીઓનો લહેકો, ભાષા અને તીખાશ, એક સત્તાવાર હેન્ડલ પાસેથી અપેક્ષિત હોય તેવી વાતચીતની શૈલીને અનુરૂૂપ નથી.” તેમાં વધુમાં જણાવાયું, “આ પોસ્ટમાં કરવામાં આવેલી ટિપ્પણીઓને કારણે જે વાજબી રોષ ફેલાયો છે, તેની અમે નોંધ લીધી છે. જેમને આ ટિપ્પણીઓથી આઘાત લાગ્યો છે અથવા ગુસ્સો આવ્યો છે, તેમની અમે દિલથી માફી માંગીએ છીએ. હવે પછી, અમારો સંવાદ મર્યાદિત અને ઔપચારિક રહેશે.”