ગુજરાત
કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં આઈટીઆઈના વિદ્યાર્થીઓ ઘાયલ
લાલપુરના બાવળિયા ગામ પાસે ઘટના ઘટી
જામનગર- લાલપુર ધોરીમાર્ગ પર બાવળિયા ગામના પાટીયા પાસે એક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઇક સવાર આઈટીઆઈના બે વિદ્યાર્થી યુવાનોને ઈજા થઈ છે, અને હોસ્પિટલમાં સારવાર અપાઇ છે.આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના ચેલામાં રહેતો અને આઈ.ટી.આઈ માં અભ્યાસ કરીને એપ્રેન્ટીશ કરતો પાર્થ પરસોત્તમભાઈ પરમાર (ઉ.વર્ષ 18) અને તેનો પિતરાઈ ભાઈ જયદીપ પરમાર કે જે પણ આઈટીઆઈ માં અભ્યાસ કરીને હાલ એપ્રેન્ટીશ કરે છે.
જે બંને યુવાનો પોતાનું બાઈક લઈને લાલપુર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.જે દરમિયાન બાવળિયા ગામના પાટીયા પાસે જી.જે. 10 બી.આર. 7453 નંબરની કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો, અને બંને યુવાનોને ફ્રેક્ચર સહિતની ઈજા થઈ હતી. જે અકસ્માતના બનાવ અંગે કારચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે, જયારે બંને ઇજાગ્રસ્ત પિતરાઈ ભાઈઓને સારવાર અપાઇ છે.