ગુજરાત
આઈટીઆઈ અને પોલિટેક્નિકનો પ્રયોગ નિષ્ફળ જતા લર્નિંગ લાઈસન્સ કામગીરી ફરી આરટીઓ પાસે
રાજ્યની વાહન વ્યવહાર કચેરી દ્વારા લર્નિંગ લાઈસન્સ માટે આઈટીઆઈ અને પોલિટેક્નીક ખાતે વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ આ પ્રોજેક્ટમાં ધારી સફળતા નહી મળતા ફરીથી લર્નિંગ લાઈસન્સની કામગીરી આરટીઓ હસ્તક લેવા માટે વિચારણા ચાલી રહી છે. અને તેના માટે અલગથી કમીટી બનાવવામાં આવી છે.
વાહન વ્યવહાર વિભાગ દ્વારા લર્નિંગ લાઈસન્સ ઈશ્યું કરવા બાબતે પુન: અવલોકન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. લર્નિંગ લાઈસન્સ ઈશ્યું કરવા આઈટીઆઈ તથા પોલિટેકનિકમાં બંધ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે. તેમજ ફરી વાહન વ્યવહાર વિભાગ હસ્તક લાવવા વિચારણા કરવામાં આવી રહી છે. તેમજ હયાત નિતિ સંદર્ભે પુન: અવલોકન કરવા વિચારણા કરવામાં આવી રહી છે.
ત્યારે આ સમગ્ર બાબતે ઓનલાઈન લર્નિંગ લાઈસન્સ પરીક્ષા બાબતે કમિટીની રચના કરવામાં આવી રહી છે. હયાત લર્નિંગ લાઈસન્સ પદ્ધતિમાં ફેરફાર સંદર્ભે નિર્ણય બાદ ઓનલાઈન પદ્ધતિ માટે કમિટી સમીક્ષા કરસે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. આરટીઓ પરથી કામગીરીનું ભારણ દૂર કરવા આઈટીઆઈ માંથી કામગીરી હાથ ધરવાનો નિર્ણય લીધો હતો. તેમજ આ માટે ઈંઝઈંના સ્ટાફને ખાસ તાલીમ પણ આપવામાં આવી હતી.
હાલ આઈટીઆઈના સ્ટાફને તાલીમ આપવામાં આવી હતી. જે બાદ લર્નિંગ લાઈસન્સ અહીંથી ઈશ્યુની કામગીરી શરૂૂ કરવામાં આવી હતી. તેમજ ઈંઝઈંને પ્રતિ લર્નિંગ લાઇસન્સ રૂૂ. 100 વળતર અપાશે, જેમાંથી ઈંઝઈંએ ઇન્સ્ટ્રક્ટર, આચાર્યનો પગાર ચૂકવવામાં આવતો હતો. ત્યારે હવે વાહન વ્યવહાર વિભાગ દ્વારા કમિટીનાં નિર્ણય બાગ લર્નિંગ લાઈસન્સ અંગે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.