ગુજરાત
કોઇ પણ પ્રાણી અનાવશ્યક રીતે ન મરે એ સરકારની જવાબદારી: મુખ્યમંત્રી
શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે ગુજરાતનાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ગૌમાતા પોષણ યોજના તેમજ અન્ય જીવદયાનાં નિર્ણયો લેવા બદલ વિરમગામ પાંજરાપોળ, સમસ્ત મહાજન તથા સમગ્ર ગુજરાતની જીવદયા/ગૌસેવા સંસ્થાઓ તરફથી અભિવાદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતનાં પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે ઉપસ્થિત રહી સમગ્ર ગુજરાતની જીવદયા/ગૌસેવા સંસ્થાઓને માર્ગદર્શન આપ્યું હતું તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં વરદ હસ્તે ઓગણ વિડમાં નૂતન શેડનું ઓનલાઈન ખાતમુહરત, ગૌપૂજન,સમસ્ત મહાજન દ્વારા નવા બનાવેલ તળાવોનું લોકાર્પણ તથા તકતી અનાવરણ, એક વૃક્ષ મા કે નામ : વૃક્ષારોપણ, એનીમલ હેલ્પલાઇનની એનિમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ સહિતના કાર્યો કરવામાં આવ્યા હતા.
ગુજરાત સરકાર તેની ગૌમાતા પોષણ યોજનાના ભાગરૂૂપે ગૌશાળા/પાંજરાપોળોને પશુ દીઠ, દૈનિક, કાયમી મળતી સબસીડી પ્રતિ પશુ ₹30 નું ભથ્થુ આપે છે, જે એક પ્રશંસનીય પગલું છે. જો કે, વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, એક પશુના નિભાવનો દૈનિક ખર્ચ સરેરાશ ₹100 છે. સરકારને આ સહાય વધારવા અંગે સકારાત્મક પગલા લેવા વિનંતી કરવામાં આવી હતી તેમજ મહારાષ્ટ્ર રાજ્યની જેમ ગુજરાતમાં પણ ગૌમાતાને રાજ્યમાતા નો દરજ્જો મળે, રાજ્યના દરેક ગામ માટે 1962 ફ્રી વેટરનરી એમ્બ્યુલન્સ શરૂૂ કરવામાં આવે તેમજ દર દસ ગામમાં આવી એક મફત એનિમલ એમ્બ્યુલન્સ સેવા હોય તે અંગેની રજૂઆત, પસ્ટેટ એનિમલ વેલ્ફેર બોર્ડથ લોકો અને સરકાર વચ્ચે સંકલનનું એક મોટું માધ્યમ છે, તેને વધુ કાર્યાન્વિત કરવા અંગે તેમજ તેનું બજેટ વધારવા માટેની રજૂઆત કરાઇ હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પ્રાણી કલ્યાણ અંગે જીવદયા સંસ્થાઓના વિકાસના પ્રેરણાદાયક કાર્યોની પ્રશંસા કરી અને પ્રાણી સંરક્ષણ માટે વધુ મક્કમ પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં કોઈ પણ પ્રાણી અનાવશ્યક રીતે ન મરે એ સરકારની જવાબદારી છે. દરેક પ્રાણીનું રક્ષણ અને સંરક્ષણ અમારું પ્રાથમિક કાર્ય છે. પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે, ગાય રાજ્યની માતા છે અને તેની સાચી સેવા કરવી આપણી ફરજ છે.
ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડનાં સભ્ય અને સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ડો. ગિરીશ શાહ,સાથી ટીમનાં માર્ગદર્શનમાં દેશનાં અનેક રાજ્યોમાં છેલ્લા એક વર્ષથી રાજ્યોનાં મુખ્યમંત્રી, પશુપાલન મંત્રી ઈત્યાદિને રૂૂબરૂૂ મળી જીવદયા, ગૌસેવાનાં અનેકવિધ મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી રહી છે અને આ અંગે ખુબ સારી સફળતા પણ પ્રાપ્ત થઇ છે. હાલમાં દેશનાં 8 રાજ્યોમાં પશુદીઠ સબસીડી શરુ થઇ ગઈ છે. ભવિષ્યમાં પણ આવા કાર્યો થતાં રહેશે.