ફલાયદુબઇના ભારતીય પાઇલટને ઇઝરાયેલ આપશે વીરતા પુરસ્કાર

હવામાં ઊડી રહેલા વિમાનમાં મોટી દુર્ઘટના અને હાઈજેકિંગનો પ્રયાસ નિષ્ફળ બનાવી 174 મુસાફરોના જીવ બચાવનારા ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરને ઈઝરાયલ સરકાર દ્વારા દેશના સર્વોચ્ચ…

હવામાં ઊડી રહેલા વિમાનમાં મોટી દુર્ઘટના અને હાઈજેકિંગનો પ્રયાસ નિષ્ફળ બનાવી 174 મુસાફરોના જીવ બચાવનારા ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરને ઈઝરાયલ સરકાર દ્વારા દેશના સર્વોચ્ચ નાગરિક વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. ઈઝરાયલના રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કેપ્ટન મચ્છરને તેમની અસાધારણ બહાદુરી, સાહસ અને પ્રોફેશનલિઝમ માટે ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ ફોર સિવિલ હિરોઈઝમ’ થી નવાજવામાં આવશે.

યરૂૂશલેમ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં છ ઈઝરાયલી નાગરિકોને વીરતા પુરસ્કાર આપતી વખતે રાષ્ટ્રપતિ હર્ઝોગે ખાસ ભારતીય પાયલટ સ્મિત મચ્છરનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “આજે જે ઈઝરાયલી વીરોને આપણે સન્માનિત કરી રહ્યા છીએ, તેમની સાથે આપણે ભારતના કેપ્ટન સ્મિત મચ્છરના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે પ્રાર્થના કરીએ છીએ. તેમની બહાદુરી અને સૂઝબૂઝથી જ એક મોટી હોનારત ટળી શકી છે. તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે.

ત્યારે મને ઈઝરાયલની જનતા વતી તેમને આ પુરસ્કાર આપવાનું સન્માન મળશે.”
ઉલ્લેખનીય છે કે, આ એવોર્ડ 7 ઓક્ટોબર 2023 ના આતંકી હુમલા બાદ રાષ્ટ્રપતિ હર્ઝોગ દ્વારા શરૂૂ કરવામાં આવ્યો હતો, જે અન્ય લોકોના જીવ બચાવવા માટે અસાધારણ વીરતા દર્શાવનારા નાગરિકોને આપવામાં આવે છે.