ગુજરાત
ઉપલેટા-ભાયાવદરમાં આપના કાર્યકરો સાથે બેઠક કરતાં ઇશુદાન ગઢવી
સમગ્ર ગુજરાતમાં 75 જેટલી નગરપાલિકાની ચૂંટણીઓના પઙઘમ વાગી રહ્યા છે ત્યારે દરેક પક્ષ દ્વારા પોતાના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો સાથે સમીક્ષા બેઠકોનો દોર શરૂૂ થઈ ગયો છે. પોત પોતાના ઉમેદવારો માટે ક્વાયત શરૂૂ થઈ ગઈ છે ત્યારે ઉપલેટા શહેરના સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠકનું આયોજન કરાયું હતું.
ગતરોજ ઉપલેટા શહેરના કોલકી રોડ પર આવેલ સર્કિટ હાઉસ ખાતે છેલ્લા બે વર્ષથી ટેકનિકલ કારણોસર વહીવટદારોના હાથમાં રહેલ નગરપાલિકાઓની આવનારી ચૂંટણી સંદર્ભે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી દ્વારા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો તેમજ ઉમેદવારો સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આમ આદમી પાર્ટી વધારે સીટો કેવી રીતે મેળવે અને કેવા ઉમેદવારો રાખવા જોઈએ વગેરેની પણ સમીક્ષા કરવામાં આવી હતી તેમજ હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો અને અમુક ઉમેદવારો દ્વારા નગરપાલિકાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારો જીતે તે માટેના સુચનો પણ આપવામાં આવ્યા હતા.
આ સાથે બંધારણ દિવસની પણ ઉજવણી આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી હતી તેમજ સંવિધાનમાં એક સમાન એક કાયદો બધાને લાગુ પડે તેવા પ્રયત્નો પણ હાથ ધરવામાં આવશે તેવું ઈશુદાન ગઢવી દ્વારા જણાવાયું હતું. ગુજરાતમાં આમ આદમી પાર્ટી વધારે સીટો મેળવીને સત્તા મેળવશે તેવી પણ આશા ઈશુદાન ગઢવીએ વ્યક્ત કરી હતી. આ મિટિંગમાં ઉપલેટાના અમુભાઈ ગજેરા અને ભાયાવદરના વી. કે. માકડીયા સહિતના અનેક હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.