Sports
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયામાં ઇશાનની વાપસી
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. લાંબા સમયથી આઉટ રહેલા વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનની આ ટીમમાં વાપસી થઈ છે. બોર્ડે રુતુરાજ ગાયકવાડને ટીમનો કેપ્ટન બનાવવાનો નિર્ણય લીધો હતો.ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ઇન્ડિયા-એ ટીમની જાહેરાત કરી હતી. ઈન્ડિયા-A અને ઓસ્ટ્રેલિયા-A વચ્ચે 31મી ઓક્ટોબરથી બે ફર્સ્ટ ક્લાસ (ચાર-દિવસીય) મેચો રમાશે. ઓસ્ટ્રેલિયા-અ સામે બે મેચ રમ્યા બાદ, ઇન્ડિયા-અ ટીમ ભારતીય સિનિયર મેન્સ ટીમ સામે ત્રણ દિવસીય ઈન્ટ્રા-સ્કવોડ મેચમાં ભાગ લેશે.
ઈન્ડિયા-અ અને ઓસ્ટ્રેલિયા-A વચ્ચે પ્રથમ ફર્સ્ટ ક્લાસ મેચ મેકેમાં રમાશે. આ પછી બીજી મેચ મેલબોર્નમાં રમાશે. ત્યારબાદ સિનિયર મેન્સ ટીમ સામે ઈન્ડિયા-એની ઈન્ટ્રા સ્ક્વોડ મેચ પર્થમાં રમાશે. ભારતીય સિનિયર મેન્સ ટીમ માટે ઈશાન કિશનની છેલ્લી મેચ નવેમ્બર 2023માં રમી હતી. આ પછી ઈશાને માનસિક થાકનું કારણ આપીને બ્રેક લીધો હતો, પરંતુ આ બ્રેક પછી ઈશાન અત્યાર સુધી ટીમ ઈન્ડિયામાં પરત ફરી શક્યો નથી.
ઈન્ડિયા-Aની ત્રણેય મેચોનો શેડ્યૂલ
ઈન્ડિયા-A વિ ઓસ્ટ્રેલિયા-અ, પ્રથમ ચાર દિવસીય મેચ 31 ઓક્ટોબરથી 03 નવેમ્બર
ઈન્ડિયા-A વિ ઓસ્ટ્રેલિયા-અ બીજી ચાર દિવસીય મેચ – 07 નવેમ્બરથી 10 નવેમ્બર
ઈન્ડિયા-A વિ સીનિયર ટીમ ઈન્ડિયા ઈન્ટ્રા સ્ક્વોડ મેચ 15મી નવેમ્બરથી 17મી નવેમ્બર.