બંગાળ જીતનો ફાયદો ઉઠાવવા યુપી-પંજાબમાં વહેલી ચૂંટણીનો દાવ?

પશ્ચિમ બંગાળમાં મળેલી શાનદાર જીતના મોમેન્ટમને વધુ વેગ આપવા ભાજપ હાઈકમાન્ડે મોટા રાજ્યોમાં વહેલી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ઝડપી બનાવી દીધી છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ…

પશ્ચિમ બંગાળમાં મળેલી શાનદાર જીતના મોમેન્ટમને વધુ વેગ આપવા ભાજપ હાઈકમાન્ડે મોટા રાજ્યોમાં વહેલી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ઝડપી બનાવી દીધી છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ અને ગોવા જેવા મહત્વના રાજ્યોમાં સમય કરતાં વહેલી ચૂંટણી યોજવાની તૈયારીઓ શરૂૂ થઈ ગઈ છે.

પાર્ટીના વરિષ્ઠ નેતાઓના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળમાં હિંદુ ધ્રુવીકરણ અને મજબૂત વિકાસના મુદ્દાઓ પર મળેલી જીતના વાતાવરણને જાળવી રાખવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે. ભાજપ ઈચ્છે છે કે આ વિજયી લયને ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં પણ વિસ્તારવામાં આવે. આ માટે તમામ પ્રદેશ એકમોને અત્યારથી જ પ્રચાર અને રણનીતિ તૈયાર કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

ફેબ્રુઆરી 2027માં દેશભરમાં વસ્તીગણતરીના બીજા તબક્કાની શરૂૂઆત થવાની છે. આ તબક્કામાં જાતિગત વસ્તીગણતરી સહિત અનેક મહત્વના આંકડા એકત્ર કરવામાં આવશે. ચૂંટણી અને વસ્તીગણતરી બંનેમાં વહીવટી કર્મચારીઓ અને સંસાધનોની જરૂૂર પડે છે. આ અથડામણને ટાળવા માટે ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા અને ઉત્તરાખંડમાં ચૂંટણી થોડા અઠવાડિયા વહેલી યોજવાનું આયોજન ચાલી રહ્યું છે.

ખાસ કરીને પંજાબમાં ભાજપ તમામ 117 બેઠકો પર અલગથી લડવાની તૈયારી કરી રહ્યું છે. પાર્ટીના હાઈકમાન્ડે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે વિપક્ષી પક્ષોને તૈયારી માટે ઓછો સમય મળે તે માટે પણ આ વ્યૂહરચના અમલમાં મૂકવામાં આવી રહી છે.

બંગાળમાં મળેલી વિજયના મોમેન્ટમને કારણે ભાજપમાં નવો જુસ્સો જોવા મળી રહ્યો છે. પાર્ટીના નેતાઓ માને છે કે આ જ વાતાવરણને જાળવી રાખીને અન્ય રાજ્યોમાં પણ સફળતા મેળવી શકાશે. આ માટે કોર ગ્રુપને અત્યારથી જ સક્રિય થવાની સૂચના આપવામાં આવી છે. આ તમામ વિકાસ સાથે ભાજપની તૈયારીઓ એક્શન મોડમાં આવી ગઈ છે. વિપક્ષી પક્ષો માટે આ મોટી ચેલેન્જ સાબિત થઈ શકે છે. વધુ વિકાસની રાહ જોવાઈ રહી છે.