Site icon Gujarat Mirror

દુબઇના આકાશમાં મધરાત્રે તીડના ટોળાની માફક ત્રાટક્યા ઇરાની ડ્રોન

અમેરિકી દૂતાવાસ પરના હુમલાથી આગ ભડકી ઉઠી: 125 ડ્રોન UAEએ તોડી પાડયા

અબુ ધાબીની સાથે સાથે દુબઈ પર પણ ડ્રોન હુમલાનો મોટો ખતરો મંડરાયો છે. ગઇકાલે રાત્રે દુબઈના આકાશમાં અનેક શંકાસ્પદ ડ્રોન ઉડતા જોવા મળ્યા હતા, જેના કારણે સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ્સ અને સત્તાવાર સૂત્રોના અહેવાલ મુજબ, યુ.એ.ઈ.ની સંરક્ષણ પ્રણાલીએ આશરે 125 ડ્રોન ને તોડી પાડ્યા છે.

વિશેષ વિગતો મુજબ, દુબઈમાં ડ્રોનના અવશેષો પડવાને કારણે કેટલીક જગ્યાએ નજીવી આગ લાગવાના બનાવો પણ નોંધાયા છે. અગાઉ અમેરિકી કોન્સ્યુલેટ (દૂતાવાસ) નજીક પણ ડ્રોન હુમલાના કારણે આગ લાગી હતી, જેને કાબુમાં લેવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે તેઓ કોઈપણ ખતરાને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયાર છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં કેટલાક વિદેશી નાગરિકોને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ છે, જેમને તબીબી સારવાર આપવામાં આવી રહી છે. પરિસ્થિતિને જોતા દુબઈ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા બંદોબસ્ત અત્યંત કડક કરી દેવામાં આવ્યો છે.

ડ્રોનથી આકાશમાં તારામંડળ જેવું અજવાળુ થતા અને સાયરનો વાગતા લોકો અને ખાસ કરીને દુબઇની નાઇટ લાઇફના ગ્રાહકો અને વેપારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. લગભગ સમગ્ર શહેરમાં પુચ્છન્ન રીતે તોડી પડાયેલા ડ્રોનનો ભંગાર વેરાતા નાના-મોટા અકસ્માતો પણ સ્થાનિક પોલીસ દફતરે નોંધાયો છે.

Exit mobile version