ઇરાકની આ રાજધાનીના હાઇ-સિક્યુરિટી ’ગ્રીન ઝોન’માં આવેલી યુએસ એમ્બેસી પર ઈરાની વન-વે એટેક (આત્મઘાતી) ડ્રોન અને રોકેટ વડે હુમલો કરવામાં આવ્યો છે. અમેરિકાની સી-રેમ ડિફેન્સ સિસ્ટમ્સ આ હુમલાને રોકવામાં નિષ્ફળ રહેતા દૂતાવાસના હેલિપેડ અને કોમ્યુનિકેશન સિસ્ટમ્સ ને ભારે નુકસાન પહોંચ્યું છે.
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે એક મોટા અને ચિતાજનક સમાચાર સામે આવ્યા છે. ડિજિટલ મીડિયા અને વિવિધ સત્તાવાર ન્યૂઝ પોર્ટલ્સના રિપોર્ટ્સ અનુસાર, ઇરાકની રાજધાની બગદાદમાં સ્થિત અમેરિકાના સૌથી મોટા રાજદ્વારી મથકો પૈકીના એક, યુએસ એમ્બેસી પર ભયાનક હુમલો થયો છે. ઈરાન સમર્થિત સશષ જૂથો દ્વારા દૂતાવાસ કમ્પાઉન્ડને નિશાન બનાવીને આત્મઘાતી ડ્રોન અને રોકેટ છોડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત અહેવાલો મુજબ, રાત્રિના સમયે દૂતાવાસ તરફ આવતા ઈરાની ડ્રોનને તોડી પાડવા માટે અમેરિકન સેનાની અત્યાધુનિક સી-રેમ (કાઉન્ટર-રોકેટ, આર્ટિલરી એન્ડ મોર્ટાર) એર ડિફેન્સ સિસ્ટમ્સ સક્રિય થઈ હતી. વીડિયોમાં પણ આ સિસ્ટમ્સ હવામાં ફાયરિગ કરતી જોવા મળે છે. પરંતુ સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર આ સિસ્ટમ્સ ડ્રોનને રોકવામાં નિષ્ફળ રહી હતી. પરિણામે એક ડ્રોન અને મિસાઈલ સીધા દૂતાવાસના સંકુલમાં ત્રાટક્યા હતા.ઇરાકી અને ઉર્દુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાજેતરમાં અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલાઓમાં ઈરાન સમર્થિત કતાઈબ હિઝબુલ્લાહના કમાન્ડરોના મોતનો બદલો લેવા માટે આ વળતો પ્રહાર કરવામાં આવ્યો છે.

