ઈરાન-અમેરિકા યુદ્ધ અંત ભણી, ગમે ત્યારે મળી શકે ગુડ ન્યૂઝ

યુદ્ધ સમાપ્તી માટે એક પેઈજનું મેમોરેન્ડમ, ઈરાનના જવાબની રાહ ઈરાન પરમાણુ શસ્ત્રો છોડવા તૈયાર થયાનો ટ્રમ્પનો દાવો, કેટલીક શરતો ‘વિશલિસ્ટ’ ગણાવતુ ઈરાન ઈરાન અને અમેરિકા…

યુદ્ધ સમાપ્તી માટે એક પેઈજનું મેમોરેન્ડમ, ઈરાનના જવાબની રાહ

ઈરાન પરમાણુ શસ્ત્રો છોડવા તૈયાર થયાનો ટ્રમ્પનો દાવો, કેટલીક શરતો ‘વિશલિસ્ટ’ ગણાવતુ ઈરાન

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલ યુધ્ધમાં બન્ને દેશો વચ્ચે ચાલી રહેલી શાંતિ વાર્તા હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી છે અને ગમે ત્યારે કાયમી શાંતિની ઘોષણા કરવામાં આવે તેવી ઉજળી આશા જાગી છે.

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, ઈરાન પરમાણુ હથિયારો ન રાખવા સહમત થઈ ગયું છે જ્યારે ઈરાનના વિદેશ પ્રવકતાઓ આ દાવાને અતિસંયોક્તિ ભર્યો ગણાવ્યો છે અને જણાવ્યું છે કે, અમેરિકી પ્રસ્તાવમાં કેટલીક શરતો સ્વિકારવી શકય નથી. આ ‘વિશલિસ્ટ’ છે. અમેરિકી વેબસાઈટ એક્સિયોસનાં રિપોર્ટ મુજબ ઈરાન ગમે ત્યારે યુધ્ધવિરામ અંગે સહમતી આપી શકે છે. પાકિસ્તાન દ્વારા રજુ કરાયેલ પ્રસ્તાવ અંગે ઈરાન જવાબ આપી શકે છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 6 મે, 2026ના રોજ જણાવ્યું કે ઈરાન સાથે છેલ્લા 24 કલાકમાં ખૂબ સારી વાતચીત થઈ છે અને સમજૂતી થવાની સારી સંભાવના છે. તેહરાન અમેરિકી પ્રસ્તાવની સમીક્ષા કરી રહ્યું છે, જે યુદ્ધ સમાપ્ત કરવા માટેના એક પાનાના મેમોરેન્ડમ પર આધારિત છે.

ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં પત્રકારોને કહ્યું, આ ખૂબ સરળ છે. ઈરાન પાસે પરમાણુ શસ્ત્ર હોવું જોઈએ નહીં… છેલ્લા 24 કલાકમાં અમે ખૂબ સારી વાતચીત કરી છે અને સમજૂતી થવાની સારી તક છે. તેમણે ઈરાનને પરમાણુ કાર્યક્રમ સ્થગિત કરવા અને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની માંગ કરી, અને વાતચીત નિષ્ફળ જાય તો ફરી બોમ્બમારી કરવાની ચેતવણી આપી છે.

પાકિસ્તાન મારફતે ચાલતી વાટાઘાટોમાં એક મેમોરેન્ડમ પર સમજૂતી નજીક આવી રહી છે,
જે યુદ્ધ સમાપ્ત કરશે અને ત્યારબાદ હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા, અમેરિકી પ્રતિબંધો હટાવવા અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર અંકુશ મૂકવા માટે 30 દિવસની વાટાઘાટો શરૂૂ કરશે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા એસ્માઈલ બગાઈએ કહ્યું કે અમેરિકી પ્રસ્તાવ હજુ સમીક્ષા હેઠળ છે અને તેને અતિશયોક્તિ ગણાવી.
ટ્રમ્પે ઙઇજને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે તેમના આગામી ચીન પ્રવાસ પહેલાં સમજૂતી થવાની સારી તક છે. ઈરાની સાંસદ અને વિદેશ નીતિ સમિતિના પ્રવક્તા એબ્રાહિમ રેઝાઈએ અમેરિકી પ્રસ્તાવને અમેરિકી વિશ લિસ્ટ કહ્યું અને જણાવ્યું કે યુદ્ધમાં અમેરિકા હારી રહ્યું છે.

આ વિકાસ યુદ્ધ સમાપ્ત કરવાની દિશામાં મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે, પરંતુ હજુ મુખ્ય મુદ્દાઓ પર મતભેદ યથાવત્ છે. વૈશ્વિક નેતાઓ અને રોકાણકારો આ વાટાઘાટો પર નજર રાખી રહ્યા છે.

ભારત સાથે ઐતિહાસિક સંબંધો પર ગર્વ : ઈરાન
ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ એક ઈન્ટરવ્યૂમાં અમેરિકાના વર્ચસ્વને ખુલ્લી ચેલેન્જ ફેંકી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, ઈરાન પોતે એક મહાસત્તા છે અને આવી સ્થિતિમાં અમેરિકાની શરતો સામે નમવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. આ ચર્ચા દરમિયાન ઈરાની પ્રવક્તાએ ભારત સાથેના મજબૂત થતા સંબંધો વિશે વિશેષ વાત કરી હતી. તેમણે ભારતને ઈરાનનો અત્યંત નજીકનો અને ખાસ મિત્ર ગણાવ્યો હતો. બઘાઈએ કહ્યું કે ભારત અને ઈરાન વચ્ચેના ઐતિહાસિક સંબંધો પર તેમને ગૌરવ છે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા ભારતીય જહાજો પર કોઈ પણ પ્રકારનો ટેક્સ કે શુલ્ક વસૂલવાની યોજનાને તેમણે નકારી કાઢી હતી. તેમણે વધુમાં ઉમેર્યું કે, ભારત અને ઈરાન બંને ગુટનિરપેક્ષ આંદોલનનો ભાગ રહ્યા છે અને બંને દેશોની સરકારો પરસ્પર સંબંધોને વધુ ઊંચાઈ પર લઈ જવા માટે કટિબદ્ધ છે.