આંતરિક મતભેદોમાં અટવાઇ ગયેલું ઇરાન ભાંગી પડવાને આરે: ટ્રમ્પ

યુનોમાં અમેરિકા- ઇરાનની નવી ટક્કર: દક્ષિણ લેબેનોન પર ઇઝરાયેલના નવા હુમલા અમેરિકન પ્રમુખ ટ્રમ્પે મંગળવારે ચોંકાવનારો દાવો કર્યો છે કે ઇરાન પડી ભાંગવાના આરે છે.…

યુનોમાં અમેરિકા- ઇરાનની નવી ટક્કર: દક્ષિણ લેબેનોન પર ઇઝરાયેલના નવા હુમલા

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે મંગળવારે ચોંકાવનારો દાવો કર્યો છે કે ઇરાન પડી ભાંગવાના આરે છે. આ વાત ઇરાને જ તેમને જણાવી છે. તેઓ ઇચ્છે છે કે અમે હોર્મુઝની ખાડી શક્ય તેટલા વહેલા ખોલીએ. તેઓ તેમની નેતાગીરીની ગૂંચવણ ઉકેલવા પ્રયત્નશીલ છે.તેમણે ઉમેર્યુ હતું કે ઇસ્લામિક રિપબ્લિકની સરકાર પહેલા આંતરિક મતભેદો ઉકેલશે અને પછી જ અમેરિકા સાથે વાટાઘાટ કરશે.

ઇરાન તરફથી આ સંદેશો કોણે પ્રસારિત કર્યો તેના અંગે વ્હાઇટ હાઉસે કશું જણાવ્યું નથી. આમ છતાં ટ્રમ્પના અગાઉના દાવાઓને ધ્યાનમા રાખતા તેમના આ દાવા પર પણ કેટલો ભરોસો કરવો તે સવાલ છે. અમેરિકાના વિદેશ પ્રધાન રૂૂબિયોએ જણાવ્યું છે કે અમે ઇરાન પરમાણુ કાર્યક્રમ બંધ કરવાની ખાતરી આપતા કરાર કરે તેના પછી જ હોર્મુઝની ખાડી ખોલવાના છીએ. આ ડીલ વગર હોર્મુઝની ખાડી નહીં ખૂલે. આમ ટ્રમ્પ વહીવટીતંત્ર ઇરાનના હોર્મુઝની ખાડી ખોલવાના અને અમેરિકાની ઘેરાબંધી દૂર કરવાની હાલની દરખાસ્તને સ્વીકારે તેવી ઓછી સંભાવના છે.

અમેરિકા અને ઇરાન હવે યુદ્ધક્ષેત્રમાં નહીં પણ યુએનમાં પરમાણુ સંધિની સમીક્ષાના મુદ્દે બાખડયા હતા. આ બેઠકનો પ્રારંભ જ ઇરાને અમેરિકાને કરેલી ઓફરથી થયો હતો, જેમા ઇરાને જણાવ્યું હતું કે અમેરિકા હોર્મુઝની ઘેરાબંધી હટાવે અને યુદ્ધ બંધ કરે તો બદલામાં ઇરાન હોર્મુઝની ખાડી ખોલી દે. પરમાણુ કાર્યક્રમ પર પછી ચર્ચા કરીશું. ઇરાન અણુપ્રસાર સંધિનું પક્ષકાર છે, જેના માટે યુએન ન્યુક્લિયર એજન્સી સાથે સહયોગ કરવો જરૂૂરી છે.