અમેરિકાના હુમલાની આશંકાએ ઇરાને એર સ્પેસ બંધ કર્યું, ભારતીયોને ઈરાન છોડવા વિદેશ મંત્રાલયની અપીલ

ખામનેઈ વિરોધી હિંસક આંદોલનમાં 3,500 જેટલા લોકોના મૃત્યુનો દાવો મધ્ય પૂર્વના દેશ ઈરાનમાં ચાલી રહેલા આંતરિક વિરોધ પ્રદર્શનો અને બાહ્ય તણાવ વચ્ચે પરિસ્થિતિ વધુ ગંભીર…

ખામનેઈ વિરોધી હિંસક આંદોલનમાં 3,500 જેટલા લોકોના મૃત્યુનો દાવો

મધ્ય પૂર્વના દેશ ઈરાનમાં ચાલી રહેલા આંતરિક વિરોધ પ્રદર્શનો અને બાહ્ય તણાવ વચ્ચે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી હોય તેવું લાગી રહ્યું છે. ભારત સરકાર આ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે, જેના ભાગરૂૂપે ભારતીય વિદેશ મંત્રાલયએ પોતાના નાગરિકોને દેશ છોડવા જણાવ્યું છે.

મંત્રાલયે ઈરાનમાં વસતા ભારતીય વિદ્યાર્થીઓ, યાત્રાળુઓ, ઉદ્યોગપતિઓ અને પ્રવાસીઓને સ્પષ્ટ શબ્દોમાં અપીલ કરી છે કે તેઓ શક્ય એટલી ઝડપે ઈરાન છોડી દે. બીજી તરફ ઇરાને યુધ્ધની તૈયારી રૂપે કોમર્શીયલ ફલાઇટો માટે પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 10 દિવસમાં ભારત સરકાર દ્વારા ઈરાનની સ્થિતિને લઈને આ બીજી ચેતવણી જાહેર કરવામાં આવી છે, જે ત્યાંની વણસતી પરિસ્થિતિનો ચિતાર આપે છે. આ સાથે જ આગામી સૂચના ન મળે ત્યાં સુધી કોઈપણ ભારતીયને તેહરાન કે ઈરાનની મુસાફરી ન કરવાની પણ સલાહ આપવામાં આવી છે.

વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે, ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકોએ અત્યંત સાવધાની રાખવાની જરૂૂર છે. હાલમાં ત્યાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને રેલીઓ હિંસક બની શકે છે, તેથી ભારતીયોએ ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહેવું જોઈએ.

નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ ઉપલબ્ધ કોમર્શિયલ ફ્લાઈટ્સ અથવા પરિવહનના અન્ય કોઈ પણ સાધનોનો ઉપયોગ કરીને તાત્કાલિક ધોરણે દેશ છોડી દે. દૂતાવાસે ભારતીય નાગરિકોને સતત સતર્ક રહેવા અને કોઈપણ નાના-મોટા અપડેટ માટે સ્થાનિક મીડિયા તથા સમાચાર ચેનલો પર નજર રાખવા જણાવ્યું છે. આ ઉપરાંત, ઈરાનમાં રહેતા તમામ ભારતીયોને તેમના ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ, પાસપોર્ટ અને આઈડી કાર્ડ હંમેશા તૈયાર અને સાથે રાખવાની તાકીદ કરવામાં આવી છે, જેથી કટોકટીના સમયે મુશ્કેલી ન પડે.

 

દરમિયાન ઈરાનમાં સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનોને કચડી નાખવા માટે સુપ્રીમ લીડર ખામેનેઈના શાસને દમનકારી નીતિઓ અપનાવી છે. નોર્વે સ્થિત ઈરાન હ્યુમન રાઈટ્સ (ઈંઇંછ) ગૠઘ ને ટાંકીને જણાવ્યું છે કે, ઈરાનમાં પ્રદર્શનો પરના કડક કાર્યવાહી દરમિયાન ઓછામાં ઓછા 3,428 વિરોધીઓ માર્યા ગયા છે અને 10,000થી વધુને કસ્ટડીમાં લેવાયા છે.