Sports

IPL-2025, હરાજીના લિસ્ટમાં ટ્રીસ્ટન સ્ટબ્સનું નામ જોઈ દિલ્હી કેપિટલ્સને ઝટકો

Published

on

ટ્રીસ્ટનને ડીસીએ 10 કરોડમાં રિટેન કર્યો હતો

IPL 2025 માટે તમામ ટીમોની જાળવણી સૂચિ 31 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવી હતી. દિલ્હી કેપિટલ્સે અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અભિષેક પોરેલ અને ટ્રિસ્ટન સ્ટબ્સને જાળવી રાખ્યા હતા. ખાસ કરીને જો આપણે સાઉથ આફ્રિકાના ડેશિંગ પ્લેયર ટ્રીસ્ટન સ્ટબ્સની વાત કરીએ તો ડીસીએ તેને 10 કરોડ રૂૂપિયામાં રિટેન કર્યો હતો, પરંતુ હરાજી માટે નોંધાયેલા નામોમાં તેનું નામ સામેલ થતાં સનસનાટી મચી ગઈ છે.


આઈપીએલ 2025 મેગા ઓક્શન માટે 1,574 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાંથી ટ્રિસ્ટન સ્ટબ્સનું નામ 253માં સ્થાને છે. સ્ટબ્સ તેની બેટિંગની વિસ્ફોટક શૈલી માટે જાણીતો છે. તેની આંતરરાષ્ટ્રીય ટી20 કારકિર્દીમાં તેનો સ્ટ્રાઈક રેટ 138 ની આસપાસ છે. દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2025માં ટ્રિસ્ટન સ્ટબ્સને તેની મૂળ કિંમત રૂૂ. 50 લાખમાં ખરીદી હતી. પરંતુ દિલ્હીએ તેને આઈપીએલ 2025 માટે 10 કરોડ રૂૂપિયામાં જાળવી રાખ્યો હતો. એક જ સિઝનમાં તેની આઈપીએલ સેલેરીમાં 2000 ગણો વધારો થયો, તેમ છતાં ઓક્શન લિસ્ટમાં તેનું નામ જોઈને ડીસી મેનેજમેન્ટ બિલકુલ ખુશ નહીં થાય.


આઈપીએલ 2024માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા ટ્રિસ્ટન સ્ટબ્સે 14 મેચોમાં 54ની શ્રેષ્ઠ સરેરાશથી 378 રન બનાવ્યા હતા. તે તેના સ્ટ્રાઈક રેટ માટે પણ સમાચારમાં હતો, કારણ કે સિઝનમાં તેણે 190.91ના તોફાની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી. આ દરમિયાન તેણે ત્રણ અડધી સદીની ઇનિંગ્સ પણ રમી હતી. સ્ટબ્સની આ કાર્યવાહી પર દિલ્હી કેપિટલ્સનું મેનેજમેન્ટ કેવી પ્રતિક્રિયા આપે છે તે જોવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version