ગોલ્ડ મેડલ વિજેતા નીરજ યાદવ ડેથ કેસમાં લવ એંગલની તપાસ

હોસ્પિટલે લાવનાર ગર્લફ્રેન્ડના નિવેદન બાદ પોલીસ એકશનમાં એશિયન પેરા ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકેલા એથ્લીટ નીરજ યાદવના મૃત્યુ કેસ પાછળ પોલીસ દરેક કડીને ગંભીરતાથી લઈને…

હોસ્પિટલે લાવનાર ગર્લફ્રેન્ડના નિવેદન બાદ પોલીસ એકશનમાં

એશિયન પેરા ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકેલા એથ્લીટ નીરજ યાદવના મૃત્યુ કેસ પાછળ પોલીસ દરેક કડીને ગંભીરતાથી લઈને તપાસ કરી રહી છે. દિલ્હીના મૌજપુર મેટ્રો સ્ટેશન પાસે પોતાની કાર નજીક રસ્તા પરથી એમનો મૃતદેહ મળી આવ્યો હતો. પછી એમને હોસ્પિટલ લઈ જવાયો અને ત્યાં ડોક્ટર્સની ટીમે તેને મૃત જાહેર કરી દીધો હતો.

દિલ્હી પોલીસ કેટલાક અંગત સંબંધીઓથી લઈને એના મિત્રો સુધીના લોકોની તપાસ કરી રહી છે. એક મહિલા મિત્ર સાથે તણાવગ્રસ્ત સંબંધ અંગેની વાત પણ પોલીસ સુધી પહોંચી છે. મૃત્યુ થવા પાછળનું અસલી કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

આ તપાસ દરમિયાન નીરજને હોસ્પિટલ પહોંચાડનાર મહિલાએ જણાવ્યું હતું કે ડિસેમ્બર 2025ના દોસ્તી નીરજ સાથે તઈ હતી. 27મી ઑક્ટોબરના તે હરિયાણાના સોનીપતમાં તેને મળવા માટે પણ આવી હતી. મહિલાના નિવેદન અનુસાર મહિલાએ નીરજને કહ્યું હતું કે, આગામી સમયમાં તે સંપર્કમાં રહી શકશે નહીં. આ પછી નીરજ તેને દિલ્હીના મૌજપુર વિસ્તારમાં પોતાની કાર લઈને તેને ડ્રોપ કરવા માટે ગયો હતો. આશરે 9 વાગ્યા મહિલાને આશંકા ગઈ હતી અને તે મૌજપુર મેટ્રો સ્ટેશનના ગેટ નંબર એક પાસે પહોંચી હતી.
એ સમયે નીરજ ત્યાં નીચે મૃત હાલતમાં પડ્યો હતો.

આ પછી આ મહિલા તેને હોસ્પિટલ સુધી લઈ ગઈ હતી. આ વાત તેણે પોલીસને જણાવી હતી. પોલીસે તપાસનો ધમધમાટ શરૂૂ કરી દીધો છે. ખાસ કરીને મૌજપુરના સીસીટીવી ફૂટેજ, કેટલાક બીજા રેકોર્ડિંગ શોધવાની પ્રક્રિયા શરૂૂ કરવામાં આવી છે.