ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે મલેશિયા ના ખેતીવાડી અધિકારી ઈંઅજ સરવન રામ રાજન તથા માલદીવના અગ્રણી વેપારી ઈબ્રાહિમે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન યાર્ડની કામગીરી, કૃષિ ઉત્પાદનના વેપાર, સંગ્રહ અને આધુનિક સુવિધાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.મુલાકાત દરમિયાન પ્રતિનિધિઓએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની સુવ્યવસ્થિત કામગીરી, ખેડૂતોને મળતી સુવિધાઓ અને પારદર્શક વ્યવહાર પ્રણાલીની પ્રશંસા કરી હતી.
તેમણે ખાસ કરીને કૃષિ ઉત્પાદનોના સંભાળ અને માર્કેટિંગ માટે અપનાવવામાં આવતી આધુનિક પદ્ધતિઓમાં રસ દર્શાવ્યો હતો. આ તકે યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ મહેમાનોનું સ્વાગત કરી તેમને યાર્ડની વિવિધ પ્રવૃત્તિઓ અને વિકાસ કાર્યો વિશે માહિતગાર કર્યા હતા. આ મુલાકાતથી આંતરરાષ્ટ્રીય સ્તરે કૃષિ વેપાર અને સહકારને વધુ મજબૂત બનાવવાનો માર્ગ પ્રસસ્ત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.આ પ્રસંગે યાર્ડના હોદેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

