Site icon Gujarat Mirror

જિલ્લાના સાત પોલીસ ઇન્સ્પેકટરની જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આંતરિક ફેર બદલી

જામનગરના એસ.પી. દ્વારા જિલ્લાના પોલીસ તંત્રમાં ફરીથી ગંજીપો ચીપવામાં આવ્યો છે, અને જિલ્લાના જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા 7 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક ફેરબદલીઓ કરી છે.

જામનગરના જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા ગઈકાલે એકી સાથે સાત પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીઓ ના ઓર્ડર કાઢ્યા હતા. જેમાં જામનગરના લિવ રિઝર્વમાં રહેલા પી.આઈ. વી.એસ. પટેલને શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે કાલાવડ ગ્રામ્યના પીઆઇ એન. બી. ડાભીની બદલી સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં કરવામાં આવી છે, આ ઉપરાંત સિટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. જે. જે. ચાવડાને સિક્કા પોલીસ મથકમાં મૂકવામાં આવ્યા છે.

આ ઉપરાંત લિવ રિઝર્વમાં રહેલા પીઆઇ વી.બી. ચૌધરીની બેડી મરીન પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. ઉપરાંત એ એચ.ટી.યુ વિભાગના પી.આઇ. આય.જે વાઘેલાની બદલી એલ.આઈ.બી. શાખામાં કરવામાં આવી છે. તેમના સ્થાને લીવ રિઝર્વમાં રહેલા એ. એ. ખોખરને એ.એચ.ટી.યૂ. માં મુકવામાં આવ્યા છે. ઉપરાંત શેઠ વડાળા પોલીસ સ્ટેશનના પી.આઇ. પી.જે. પનારાની બદલી કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં કરવામાં આવી છે.

Exit mobile version