ક્રાઇમ
વ્યાજંકવાદ બેફામ : દીકરીના લગ્ન માટે વ્યાજે રૂપિયા લેનાર પિતાનું અપહરણ
દીકરીના લગ્ન માટે વ્યાજે 10 લાખ લેનાર પિતાનું અપહરણ: મેંદરડાથી કારમાં અપહરણ કરી ઢોર માર માર્યાની, જૂનાગઢના 6 શખસ વિરુદ્ધ ફરિયાદ થતાં પોલીસે 3ની ધરપકડ કરી હતી. રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે.
ત્યારે દીકરીના લગ્ન માટે વ્યાજે રૂૂપિયા લેનાર પિતાનું અપહરણ કરી ખંડણી માગી ઢોર માર મારતા જૂનાગઢના 6 ઇસમો વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મૂળ મેંદરડાના અને હાલ સુરતમાં રહેતા જીતેન્દ્ર ભાખર નામના વ્યક્તિએ પોતાની દીકરીના લગ્ન કરવા માટે દસ લાખ રૂૂપિયા બે વ્યક્તિ પાસેથી વ્યાજે લીધા હતા. ત્યારે વ્યાજખોરોને બે લાખ રૂૂપિયા પરત આપી દીધા છતાં પણ આરોપીઓ દ્વારા 20 લાખની ખંડણી માંગવામાં આવી હતી.ફરિયાદી જીતેન્દ્ર ભાખર પોતાના વતન મેંદરડા હતા. તે સમયે બટુક રાડા રબારી અને તેનો દીકરો હેમાંગ રબારી અને ઉદય રબારી આઈ-20 કારમાં મેંદરડા પહોંચ્યા હતા.
ફરિયાદીનું પાદરીયા ચોકમાંથી અપહરણ કરી જૂનાગઢ આંબાવાડી ખાતે લાવ્યા હતા. આરોપીઓએ ફરિયાદીને ઓફિસમાં લઈ જઈ પાઇપ અને પટ્ટા વડે ઢોર માર્યો હતો. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ બી ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં આ ત્રણે આરોપીઓને ઝડપી પાડ્યા છે. બી ડિવિઝન પોલીસે બટુક રાડા રબારી, હેમાં રબારી ,ઉદય રબારી ,હરેશ રબારી ,રાજુ રબારી ઘોડાવાળો અને માંડા હુણ વિરુદ્ધ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધ હતી,ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ પોલીસ કંટ્રોલ રૂૂમમાં પૈસાની ઉઘરાણી બાબતે માથાકૂટ થયાનો ફોન આવ્યો હતો. જેમાં ફરિયાદીએ જે વ્યાજે રૂૂપિયા લીધા હતા, તેના કરતાં વધારે રૂૂપિયા ચૂકવી દેવા છતાં પણ ફરિયાદીનું અપહરણ કરી ગોંધી રાખ્યાની હકીકત ફરિયાદીએ જણાવ્યું હતુ. આ મામલે તાત્કાલિક બી ડિવિઝન પોલીસ આંબાવાડી વિસ્તારમાં ઘટના સ્થળે પહોંચી હતી. જે બાબતની તમામ હકીકત ફરિયાદીએ પોલીસને જણાવ્યું હતું. ફરિયાદી જીતેન્દ્ર ભાખર મૂળ મેંદરડાના અને હાલ સુરત રહે છે.
બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, આશરે આઠ મહિના પહેલા બટુક રબારી મારફત રાજુ રબારી અને માંડા હુણ રબારી પાસેથી 10 લાખ રૂૂપિયા વ્યાજે લીધા હતા. થોડા દિવસો બાદ ફરિયાદી જીતેન્દ્ર ભાખરે બટુક રબારીને બે લાખ રૂૂપિયા અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના પુરા ચેક આપ્યા હતા. હાલમાં ફરિયાદીની આર્થિક સ્થિતિ નબળી હોય તેમ છતાં પણ વ્યાજખોરો દ્વારા વારંવાર ફરિયાદી પાસે ઉઘરાણી કરવામાં આવતી હતી. ત્યારે ગઈકાલે ફરિયાદી જીતેન્દ્ર ભાખર પોતાના વતન મેંદરડા હતા, તે સમયે બટુક રાડા રબારી અને તેનો દીકરો હેમાંગ રબારી અને ઉદય રબારી શ20 કારમાં મેંદરડા પહોંચ્યા હતા અને પાદરીયા ચોકમાંથી તેનું અપહરણ કરી જૂનાગઢ આંબાવાડી ખાતે લાવ્યા હતા.
આરોપીઓએ ફરિયાદીને ઓફિસમાં લઈ જઈ પાઇપ અને પટા વડે ઢોર માર્યો હતો અને કહ્યું હતું કે રાજુ રાણા રબારી અને માંડા પાસેથી જે રૂૂપિયા લીધા છે તેના બદલામાં તારે 20 લાખ રૂૂપિયા આપવા પડશે. જો આ રૂૂપિયા નહીં આપે તો આ બંનેએ કહ્યું છે કે તને અહીંથી જવા દઈશું નહીં.આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ જૂનાગઢ બી ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદીનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને બી ડિવિઝન પોલીસે આરોપી બટુક રાડા રબારી, હેમાંગ રબારી અને હરેશ રબારીની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસે ખંડણી, અપહરણ અને વ્યાજની ફરિયાદનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ અન્ય ત્રણ આરોપીઓ ઉદય રબારી, રાજુ રબારી ઘોડાવાળો અને માંડા હુણ રબારીને પકડવા પોલીસે અલગ અલગ ધીમો બનાવી તપાસ હાથ ધરી છે.