Site icon Gujarat Mirror

ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી માસૂમ બાળકીની હાલત ગંભીર

 

ઝઘડિયામાં બનેલી જઘન્ય દુષ્કર્મની ઘટનાએ આખા રાજ્યને હચમચાવી નાખ્યું છે. 10 વર્ષની બાળકીની હાલત ઘણી જ નાજુક છે. બે-બે મોટા ઓપરેશન બાદ પણ માસૂમ મોત સાથે લડી રહી છે. પેટમાં લીધેલા ટાંકામાંથી એક ટાંકો તૂટતા તેને ફરી ઈન્ફેક્શન ફેલાઈ રહ્યું છે અને તે હાલ 10 તબીબોના ઓબ્ઝર્વેશન હેઠળ છે. તેની સારવાર વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બીજી બાજુ આ કેસમાં પોલીસે નરાધમ આરોપી વિજય પાસવાનને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ ગુરુવારે હવસખોર આરોપીને સાથે સમગ્ર ઘટનાનું રિક્ધસ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જ્યાં તેણે કઈ જગ્યા પર લઈ જઈને બાળકીનું કઈ રીતે દુષ્કર્મ કર્યું તે જણાવ્યું હતું.

ભરૂૂચના ઝઘડિયામાં પરપ્રાંતિય શ્રમિક પરિવારની 10 વર્ષીય બાળકીનું આરોપી વિજય પાસવાને અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી. સમગ્ર ઘટનામાં બાળકીને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ભરૂૂચ સિવિલ લઈ ગયા હતા. જ્યાં પીડિતાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. તે છતાં પણ બાળકીની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવી છે. આરોપી અને પીડિતા બંને મૂળ ઝારખંડના વતની હોવાનું સામે આવ્યું હતું.આ નરાધમ વિજય પાસવાને મહિના પહેલા પણ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે સમાજમાં આબરૂૂ જવાની બીકે મા-બાપે કોઈ પોલીસ ફરિયાદ કરી ન હતી. જેના કારણે આરોપીની હિંમત વધી અને બીજીવાર બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. કેસની ગંભીરતા જોતાં તપાસ માટે એક વિશેષ ટીમ બનાવવામાં આવી છે.

Exit mobile version