Site icon Gujarat Mirror

મોંઘવારીનો બોંબ ફાટયો: દવા-દારૂ-જીવન જરૂરી વસ્તુ-હવાઇ યાત્રા-ઇલેકટ્રોનિકસ-બાંધકામ મોંઘુ

ઇરાન યુધ્ધથી કાચા માલ-પેટ્રોલિયમ-એલ્યુમિનિયમમાં 40 ટકા સુધીનો વધારો; મોંઘવારીની આશંકા હવે વાસ્તવિકતા બની ગઇ: મધ્યમવર્ગને કમરતોડ ફટકો: હજુ ભાવ વધવાના એંધાણ

મિડલ ઈસ્ટમાં ઈરાન સામે ચાલી રહેલા યુદ્ધની અસર હવે ભારતીયો પર સીધી પડી રહી છે. ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઉછાળો અને સપ્લાય ચેઈનમાં અવરોધને કારણે રોજબરોજના ઉપયોગના સામાનથી લઈને હવાઈ મુસાફરી સુધી બધું મોંઘું થઈ ગયું છે. 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયેલના હુમલા પછી આ અસર વધુ તીવ્ર બની છે.

આજતક દ્વારા કરવામાં આવેલા 90 દિવસના અમેઝોન પ્રાઈસ હિસ્ટ્રીના વિશ્ર્લેષણમાં જણાયું છે કે ઘરેલુ વસ્તુઓની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. તે જ રીતે વિમાનન ક્ષેત્રમાં પણ કિરાયામાં આસમાની ઉછાળો જોવા મળ્યો છે. યુદ્ધ શરૂૂ થયા પછી કિંમતો વધવાની આશંકા હતી અને હવે તે વાસ્તવિકતા બની ગઈ છે.
ભારત પશ્ચિમ એશિયાથી જે કાચા માલનો આયાત કરે છે તેની કિંમતો વધી ગઈ છે. કઙૠના વિકલ્પો તરીકે વપરાતી વસ્તુઓની કિંમતોમાં પણ ઉછાળો આવ્યો છે.

ઓપન સોર્સ ઈન્ટેલિજન્સ વિશ્ર્લેષણ અનુસાર ઘરેલુ ઉપકરણો, ઈલેક્ટ્રોનિક્સ, બાંધકામ સામગ્રી અને કિરાણાની વસ્તુઓમાં કિંમતોમાં સ્પષ્ટ વધારો નોંધાયો છે. ઉદાહરણ તરીકે, ઈન્ફ્રારેડ કુકટોપની કિંમત 2,899 રૂૂપિયાથી વધીને 4,598 રૂૂપિયા થઈ ગઈ છે. ઓમાનના ખજૂરની કિંમત 797 રૂૂપિયાથી વધીને 951 રૂૂપિયા થઈ છે. પ્લાયવુડની કિંમત 2,143 રૂૂપિયાથી વધીને 3,257 રૂૂપિયા થઈ ગઈ છે. પેકેજ્ડ પાણી, કુકિંગ ઓઈલ અને એલ્યુમિનિયમની વસ્તુઓમાં પણ મોંઘવારી વધી છે.

હવાઈ કિરાયામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગૂગલ ફ્લાઈટ્સના ટ્રેન્ડ અનુસાર ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય રૂૂટ પર કિરાયા વધ્યા છે. નવી દિલ્હીથી બેંગ્લોરુ, ચેન્નાઈ અને મુંબઈ જેવા રૂૂટ પર કિરાયો 4,600-5,300 રૂૂપિયાની સામે હવે 6,600થી 8,000 રૂૂપિયા અને તેથી વધુ થઈ ગયો છે. આ લગભગ 44 ટકાથી 65 ટકા સુધીનો વધારો છે.

લાંબા અંતરના રૂૂટ પર વધુ અસર જોવા મળી છે. બેંગ્લોરુથી દુબઈ, હૈદરાબાદથી દુબઈ અને કોચીથી દુબઈ જેવા રૂૂટ પર કિરાયા 36થી 49 ટકા વધ્યા છે. કોલકાતાથી દોહા રૂૂટ પર તો કિરાયો લગભગ 97 ટકા વધીને 18,000 રૂૂપિયાથી 35,000 રૂૂપિયા અને તેથી વધુ થઈ ગયો છે. હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધને કારણે ક્રૂડ ઓઈલની કિંમતો વધી છે અને પેનિક ખરીદીના કારણે વધુ મોંઘવારીનો ભય છે. આ સ્થિતિ ભારતીય ઉપભોક્તાઓ માટે મોંઘવારીનું વધારાનું દબાણ ઊભું કરી રહી છે.

તાવ-દુ:ખાવો-એન્ટીબાયોટીક સહિતની 1000 દવાઓના ભાવ 1 એપ્રીલથી વધશે

1 એપ્રિલ, 2026 થી, પેરાસીટામોલ, એન્ટિબાયોટિક્સ અને અન્ય આવશ્યક દવાઓના ભાવ વધવાની તૈયારી છે. સરકારે રાષ્ટ્રીય આવશ્યક દવાઓની યાદી (NLEM) માં સમાવિષ્ટ દવાઓ માટે આશરે 0.6% ના ભાવ વધારાને મંજૂરી આપી છે. આ વધારો 1,000 થી વધુ આવશ્યક દવાઓ પર લાગુ થશે.

નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીએ જણાવ્યું હતું કે, “વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) માં આર્થિક સલાહકારના કાર્યાલય દ્વારા પૂરા પાડવામાં આવેલા જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) ડેટાના આધારે, 2025 દરમિયાન WPI માં વાર્ષિક ફેરફાર – 2024 ના સમાન સમયગાળાની તુલનામાં – (+) 0.64956% છે.” આ સમાયોજિત કિંમતો NLEM માં સૂચિબદ્ધ 1,000 થી વધુ દવાઓ પર લાગુ થશે.

આવશ્યક દવાઓની સૂચિમાં પેરાસીટામોલ જેવી દવાઓનો સમાવેશ થાય છે; એઝિથ્રોમાસીન (બેક્ટેરિયલ ચેપની સારવાર માટે વપરાતી એન્ટિબાયોટિક); એનિમિયા (લોહીની ઉણપ) માટેની દવાઓ અને વિવિધ વિટામિન્સ અને ખનિજો. મધ્યમથી ગંભીર COVID-19 દર્દીઓની સારવારમાં વપરાતી કેટલીક દવાઓ અને સ્ટેરોઇડ્સનો પણ આ સૂચિમાં સમાવેશ થાય છે.

નયારાના પેટ્રોલમાં પાંચ અને ડિઝલમાં ત્રણ રૂપિયાનો કમરતોડ વધારો ઝીંકાયો

યુદ્ધની સ્થિતિ વચ્ચે નાયરા દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. નાયરા કંપનીએ ઈંધણના ભાવમાં વધારો કર્યો છે. પેટ્રોલમાં પાંચ અને ડીઝલમાં ત્રણ રૂૂપિયાનો વધારો કર્યો છે.
ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી પેટ્રોલ અને ડીઝલની અછત વચ્ચે લોકોમાં ભારે પેનિક થયું હતું. પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની લાંબી લાઈનો લાગી હતી. સરકાર અને તંત્ર દ્વારા ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે કોઈએ ખોટી અફવાઓમાં આવવાની જરૂૂર નથી એવી જાહેરાતો કરી હતી. બીજી તરફ યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈંધણની અછતની ચર્ચાઓ વધુ ગરમ થઈ રહી છે ત્યારે નાયરા દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

યુદ્ધની સ્થિતિ વચ્ચે નાયરા દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. નાયરા કંપનીએ ઈંધણના ભાવમાં વધારો કર્યો છે. પેટ્રોલમાં પાંચ અને ડીઝલમાં ત્રણ રૂૂપિયાનો વધારો કર્યો છે. હવેથી નાયરાના પેટ્રોલ પંપ પર વાહન ચાલકોને એક લિટર પેટ્રોલ 99.65 રૂૂપિયાના ભાવે મળશે. જ્યારે એક લિટર ડીઝલ 93.07 રૂૂપિયાના ભાવે મળશે. હજી સુધી અન્ય કંપનીઓ દ્વારા ઈંધણના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. રાજકોટમાં પણ નાયરા કંપનીએ ઈંધણના ભાવમાં વધારો કર્યો છે. રાજકોટમાં નાયરા કંપનીના પેટ્રોલ પંપ પર 99.44 અને ડીઝલ 92.88 રૂૂપિયાના ભાવે વેચાણ થશે. જ્યારે સુરતમાં નાયરા કંપનીનું પેટ્રોલ 99.56 અને ડીઝલ 93 રૂૂપિયાના ભાવે વેચાશે.

Exit mobile version