ભારતે કોલંબો ટેસ્ટ મેચમાં ઇતિહાસ રચી દીધો છે. ભારતે પહેલી ઇનિંગમાં 503 રનથી વધુનો સ્કોર બનાવ્યો હતો. એવામાં ભારત WTC માં એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ભારતીય ટીમે WTC ઇતિહાસમાં સૌથી વધુ વાર 400+ એક ઇનિંગમાં બનાવનાર ટીમ બની ગઈ છે. આવું 27મી વાર છે જ્યારે ભારતે WTC ઇતિહાસમાં એક ઇનિંગમાં 400 કે તેનાથી વધુ રન બનાવ્યાં છે. આ મામલે બીજા નંબરે ઓસ્ટ્રેલિયા છે જેના નામે 26 વાર આ કારનામું કરવાનો રેકોર્ડ છે. આ ઉપરાંત ત્રીજા નંબરે ઇંગ્લેન્ડની ટીમ છે. ઇંગ્લેન્ડે 23 વાર આ કારનામું કરી બતાવ્યું છે.
ભારતે પહેલી ઇનિંગમાં 9 વિકેટના નુકસાને 503 રન બનાવ્યાં છે. ગઇકાલે રમત પૂર્ણ થાય ત્યાં સુધીમાં શ્રીલંકાની ટીમે 8 રન બનાવી 2 વિકેટ ગુમાવી દીધી છે. ભારત તરફથી દેવદત્ત પડીક્કલ અને ધ્રૂવ ઝુરેલે સદી ફટકારી હતી. જ્યારે રિષભ પંત 63 અને ગિલ 50 રન બનાવીને આઉટ થયા હતા. જ્યારે યશસ્વી જયસ્વાલે 45 રન બનાવ્યાં હતા.
મેચમાં દેવદત્ત પડીક્કલે પોતાની કારકિર્દીની બીજી સદી ફટકારી હતી. પડિક્કલ 117 રન બનાવીને આઉટ થયો હતો. અગાઉની ટેસ્ટ મેચમાં પણ પડીક્કલે સદી ફટકારી હતી અને 167 રન બનાવ્યા હતા. ધ્રુવ જુરેલે શાનદાર 115 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી, જ્યારે બીજી તરફ દેવદત્ત પડિક્કલે 117 રન બનાવ્યા હતા.
કોલંબો ટેસ્ટ દરમિયાન યશસ્વી જયસ્વાલને દંડ ફટકારવામાં આવ્યો છે. મેચના પહેલા દિવસે જયસ્વાલ અને શ્રીલંકાના ફાસ્ટ બોલર અસિતા ફર્નાન્ડો વચ્ચે ઝઘડો થયો હતો. જયસ્વાલને આઉટ કર્યા પછી અસિતાએ કંઈક કહ્યું હતું, ત્યારબાદ ભારતીય બેટ્સમેન બોલર પાસે ગયો અને શ્રીલંકાના બોલરને કંઈક કહ્યું અને તેની સાથે માથું હલાવ્યું. અમ્પાયરોએ બંને ખેલાડીઓની જાણ કરી અને હવે જયસ્વાલ અને અસિતા બંને દોષિત ઠર્યા છે.
ડાબોડી ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ પર તેની મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે તેને આ મેચ પછી તેની સંપૂર્ણ મેચ ફી મળશે નહીં. તેને 3.5 લાખ રૂૂપિયાનો દંડ ભરવો પડશે. જયસ્વાલની ટેસ્ટ મેચ ફી 15 લાખ રૂૂપિયા છે, અને તેમાંથી 25% એટલે ₹3.5 લાખ થાય છે. આસિથાને તેની મેચ ફીમાંથી 25% કપાતનો સામનો કરવો પડશે. જોકે, તેની ફી ઓછી છે. શ્રીલંકામાં, મેચ ફી ટેસ્ટ મેચના પરિણામ પર આધારિત હોય છે.
જયસ્વાલ અને ફર્નાન્ડોને માત્ર તેમની મેચ ફીના 25 ટકા જ નહીં, પરંતુ બંનેને ડિમેરિટ પોઈન્ટ પણ મળ્યા છે. બંને ખેલાડીઓને આચારસંહિતા 2.12 ના ઉલ્લંઘન બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. રવિવારે 17મી ઓવરમાં જયસ્વાલ અને ફર્નાન્ડો વચ્ચે ઝઘડો થયો હતો. જયસ્વાલને બોલ ફેંક્યા પછી ફર્નાન્ડોએ કંઈક કહ્યું, ત્યારબાદ જયસ્વાલ ફર્નાન્ડો પાસે ગયો, જેના કારણે ઝઘડો થયો હતો. ત્યારબાદ ફર્નાન્ડોએ જયસ્વાલ તરફ માથું લંબાવ્યું. જવાબમાં, જયસ્વાલ આગળ ઝૂક્યો, અને બંનેના માથા અથડાયા હતા. બંને ખેલાડીઓએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો જેથી બંનેને મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા નથી.
