ઇન્ડિયન આઇડલ સિંગર પરાશર જોશી ઓસ્ટ્રેલિયામાં અમ્પાયર બન્યા

ઈન્ડિયન આઈડલમાં ગાયકીથી ઓળખ બનાવનાર પરાશર જોશી હવે ક્રિકેટના મેદાન પર નવી સિદ્ધિ હાંસલ કરશે. તે ઓસ્ટ્રેલિયામાં ત્રણ ઘરેલુ મેચમાં અમ્પાયરિંગ કરશે. પુણેના રહેવાસી પરાશર…

ઈન્ડિયન આઈડલમાં ગાયકીથી ઓળખ બનાવનાર પરાશર જોશી હવે ક્રિકેટના મેદાન પર નવી સિદ્ધિ હાંસલ કરશે. તે ઓસ્ટ્રેલિયામાં ત્રણ ઘરેલુ મેચમાં અમ્પાયરિંગ કરશે. પુણેના રહેવાસી પરાશર જોશીએ 2008માં ઈન્ડિયન આઈડલની ચોથી સિઝનમાં ભાગ લીધો હતો. જોકે, ગાયકીની સાથે તેનો ક્રિકેટ પ્રત્યેનો લગાવ પણ યથાવત રહ્યો. પરાશર અગાઉ ક્લબ સ્તરે ક્રિકેટ રમતો હતો. બાદમાં તેણે અમ્પાયરિંગને કારકિર્દી તરીકે પસંદ કર્યું અને આ ક્ષેત્રમાં આગળ વધ્યો. 2015માં BCCIની સત્તાવાર અમ્પાયર પેનલમાં સ્થાન મેળવનાર પરાશર રણજી ટ્રોફી અને દુલીપ ટ્રોફી જેવી સ્પર્ધાઓમાં ફરજ બજાવી ચૂક્યો છે. પરાશરે અત્યાર સુધી 19 ફર્સ્ટ ક્લાસ, 32 લિસ્ટ અ અને 40 ઝ20 મેચમાં અમ્પાયરિંગ કર્યું છે.

તેના અનુભવમાં IPL અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનો પણ સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયામાં તેનો પ્રવાસ 11થી 14 નવેમ્બર દરમિયાન બ્રિસ્બેનના ગાબા મેદાન પર ક્વીન્સલેન્ડ અને તાસ્માનિયા વચ્ચેની શેફિલ્ડ શીલ્ડ મેચથી શરૂૂ થશે. ત્યારબાદ 16 નવેમ્બરે તેઓ ગાબા ખાતે વન ડે કપની મેચમાં અમ્પાયરિંગ કરશે. આ રીતે તેને ઓસ્ટ્રેલિયાની અલગ ફોર્મેટની ઘરેલુ ક્રિકેટનો અનુભવ મળશે.પરાશરની છેલ્લી જવાબદારી 22થી 25 નવેમ્બર દરમિયાન સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ન્યૂ સાઉથ વેલ્સ અને ક્વીન્સલેન્ડ વચ્ચેની શેફિલ્ડ શીલ્ડ મેચમાં રહેશે.