FIH પ્રો.લીગમાં ભારત 8મા સ્થાને, હવે જર્મની સાથે ટકરાશે
ભારતીય પુરુષ હોકી ટીમને રોટરડમના હોકી ક્લબમાં એફઆઈએચ પ્રો લીગ 2025-26ની મેચમાં નેધરલેન્ડ્સ સામે 2-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. પુરુષોની હોકી રેન્કિંગમાં આઠમા ક્રમે રહેલા ભારત તરફથી દિલપ્રીત સિંહ (10મી મિનિટ) અને સુખજીત સિંહ (33મી મિનિટ) એ ગોલ કર્યા હતા, જ્યારે નેધરલેન્ડ્સ તરફથી માઇલ્સ બ્યુકેન્સ (3જી મિનિટ), કોએન બિજેન (23મી મિનિટ) અને તિજમેંન રેયેંગા (40મી મિનિટ) એ ગોલ કર્યા.
આ મેચ ભારતના મનપ્રીત સિંહ માટે પણ એક ખાસ પ્રસંગ હતો, જેમણે ભૂતપૂર્વ કેપ્ટન દિલીપ ટિર્કીના 412 આંતરરાષ્ટ્રીય મેચોના રેકોર્ડની બરાબરી કરી હતી. પ્રથમ ક્વાર્ટરથી જ નેધરલેન્ડ્સે ભારતીય ખેલાડીઓ પર પ્રભુત્વ જમાવ્યું હતું. મેચ શરૂૂ થતાં જ નેધરલેન્ડ્સને સતત પેનલ્ટી કોર્નર મળ્યા. માઇલ્સ બ્યુકેન્સે ત્રીજા મિનિટમાં રિવર્સ શોટ સાથે ફિલ્ડ ગોલ કર્યો જેનાથી ટીમને 1-0ની લીડ મળી હતી.
આઠમી મિનિટમાં શિલાનંદ લાકડાએ ગોલ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ ગોલપોસ્ટથી ટકરાઈ ગઈ હતી જેનાથી ભારત બરાબરી કરી શક્યું નહીં. ત્યારબાદ ભારતને 10મી મિનિટે સફળતા મળી હતી. દિલપ્રીત સિંહે ગોલ કર્યો હતો. હરમનપ્રીત સિંહે ગોલ કર્યો હતો. નેધરલેન્ડ્સે બીજા ક્વાર્ટરમાં ભારત પર દબાણ ચાલુ રાખ્યું. ક્વાર્ટરના મોટાભાગના સમય સુધી બોલ તેમની પાસે હતો અને સતત તકો બનાવી પરંતુ તેઓ ગોલ કરી શક્યા.
કોએન બિજેને 23મી મિનિટે બીજો ગોલ કર્યો. નેધરલેન્ડ્સને આ ક્વાર્ટરમાં સતત પેનલ્ટી કોર્નર મળ્યા, પરંતુ ગોલ કરવામાં નિષ્ફળ રહ્યા. નેધરલેન્ડ્સે પ્રથમ હાફના અંત સુધી 2-1ની લીડ જાળવી રાખી હતી.
ભારતે ત્રીજા ક્વાર્ટરમાં આક્રમક અભિગમ અપનાવ્યો અને વાપસી કરી. ભારતે મેચનો પહેલો પેનલ્ટી કોર્નર મેળવ્યો અને પોતાનો બીજો ગોલ કરીને સ્કોર બરાબરી કર્યો હતો. સુખજીત સિંહે 33મી મિનિટે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવ્યો હતો. ત્યારબાદ નેધરલેન્ડ્સને બીજો પેનલ્ટી કોર્નર મળ્યો અને 40મી મિનિટે તિજમાન રેયેંગાએ પેનલ્ટી કોર્નર મેળવ્યો. ફરી એકવાર નેધરલેન્ડ્સે 3-2ના સ્કોર સાથે મેચમાં લીડ મેળવી હતી. ચોથો ક્વાર્ટર ગોલ વિનાનો રહ્યો જેમાં કોઈ પણ ટીમ ગોલ કરી શકી નહીં. રવિવારની હાર બાદ ભારત હવે આઠ મેચમાંથી ચાર પોઈન્ટ સાથે એફઆઈએચ પ્રો લીગ સ્ટેન્ડિંગમાં આઠમા સ્થાને છે. ભારત આજે જર્મની સામે ટકરાશે.

