Sports

જય શાહની હાજરીમાં ભારતીય ક્રિકેટ ટીમની નવી ODI જર્સી લોન્ચ કરાઇ

Published

on

કાલે ICCના ચીફ તરીકે જય શાહ કાર્યભાર સંભાળશે

ભારતીય ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પૂરો કર્યા પછી આવતા વર્ષે ICC ચેમ્પિયન્સ ટ્રોફી રમવાની છે. જ્યારે આ મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ પહેલા ટીમ ઈન્ડિયાની નવી ODI જર્સી 29 નવેમ્બરના રોજ મુંબઈમાં BCCIહેડક્વાર્ટરમાં આયોજિત એક કાર્યક્રમમાં લોન્ચ કરવામાં આવી હતી. સચિવ જય શાહ જેઓ 1 ડિસેમ્બરથી ICC ચીફ તરીકેનો કાર્યભાર સંભાળશે.


ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર પણ આ પ્રસંગે હાજર હતી. જો ટીમ ઈન્ડિયાની નવી ODI જર્સીની વિશેષતા વિશે વાત કરીએ તો તે પહેલાની જર્સી કરતા એકદમ અલગ છે જેમાં આ વખતે ખભા પર તિરંગો જોવા મળશે. બીસીસીઆઈ દ્વારા જર્સી લોન્ચનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયાની મહિલા કેપ્ટન હરમનપ્રીત કૌરે જર્સીના લોન્ચિંગમાં હાજર રહીને સેક્રેટરી જય શાહ સાથે મળીને તેને લોન્ચ કરી હતી. હરમનપ્રીત કૌરે નવી ODI જર્સીની વિશેષતા વિશે કહ્યું કે મારી હાજરીમાં નવી જર્સી પર પડદો ઉઠાવવામાં આવ્યો તે મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. મને તે જોઈને ખૂબ આનંદ થાય છે જેમાં બંને ખભા પર ત્રિરંગો જે રીતે બતાવવામાં આવ્યો છે તે ખૂબ જ અદભૂત દેખાય છે.


5 ડિસેમ્બરથી ભારતીય મહિલા ટીમ ત્રણ મેચની ODI શ્રેણી રમવા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે જેમાં ટીમ ઈન્ડિયા નવી ODI જર્સીમાં જોવા મળશે નહીં. આ પછી, આ જ મહિનામાં ભારતીય મહિલા ટીમને પણ વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરઆંગણે ત્રણ વનડે અને ત્રણ ટી-20 મેચોની શ્રેણી રમવાની છે, જેમાં 15 ડિસેમ્બરથી ટી-20 શ્રેણી શરૂૂ થશે અને તે પછી, પ્રથમ મેચ રમાશે. ODI સિરીઝ 22 ડિસેમ્બરે રમાશે, જેમાં ભારતીય ટીમ નવી જર્સીમાં જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version