Sports

કાલે દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો

Published

on


ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ ચાલુ છે. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનના પ્રવાસે નથી જઈ રહી, ત્યારથી આઈસીસી બંને ક્રિકેટ બોર્ડ વચ્ચે અટવાઈ ગઈ છે. બીજી તરફ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પણ ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે ક્રિકેટ મેચ રમાશે.આ મેચ મેન્સ અંડર-19 એશિયા કપમાં રમાશે, જે આજથી શરૂૂ થવા જઈ રહી છે.


મેન્સ અંડર-19 એશિયા કપ આજથી 8 ડિસેમ્બર સુધી યુએઇમાં રમાશે. આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લેશે જેમાં ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, જાપાન, ઞઅઊ અને નેપાળનો સમાવેશ થાય છે. મેન્સ અંડર-19 એશિયા કપ 1989માં શરૂૂ થયો હતો. આ વખતે ટુર્નામેન્ટની 11મી આવૃત્તિ રમાવાની છે અને સતત ચોથી વખત તેની યજમાની યુએઇ કરશે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી 8 ટીમોને 4-4ના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત, પાકિસ્તાન, જાપાન અને યુએઇને ગ્રુપ અમાં રાખવામાં આવ્યા છે. શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળને ગ્રુપ બીમાં રાખવામાં આવ્યા છે.


ભારત અને પાકિસ્તાનની ટીમો એક જ ગ્રૂપમાં છે, તેથી બંને ટીમો વચ્ચેની સ્પર્ધા ગ્રૂપ સ્ટેજમાં જ જોવા મળશે. ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચેની મેચ 30 નવેમ્બરે દુબઈના મેદાન પર રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 10.30 વાગ્યાથી રમાશે. આ પછી, ભારતીય ટીમ 2જી ડિસેમ્બરે શારજાહમાં જાપાનનો સામનો કરશે અને ત્યારબાદ તે 4 ડિસેમ્બરે યુએઈની ટીમ સામે તેની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચ રમશે.

અંડર-19 એશિયા કપ માટે ટીમ ઈન્ડિયા
આયુષ મ્હાત્રે, વૈભવ સૂર્યવંશી, સી આન્દ્રે સિદ્ધાર્થ, મોહમ્મદ અમાન (કેપ્ટન), કિરણ ચોરમલે (વાઈસ-કેપ્ટન), પ્રણવ પંત, હરવંશસિંહ પંગાલિયા (વિકેટકીપર), અનુરાગ કવડે (વિકેટકીપર), હાર્દિક રાજ, મોહમ્મદ અનન, કેપી કાર્તિકેય, સમર્થ નાગરાજ, યુધાજીત ગુહા, ચેતન શર્મા, નિખિલ કુમાર.

નોન ટ્રાવેલિંગ રિઝર્વ: સાહિલ પારખ, નમન પુષ્પક, અનમોલજીત સિંઘ, પ્રણવ રાઘવેન્દ્ર, ડી દીપેશ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version