Sports
WTE ફાઇનલમાં પહોંચવા માટે ભારતે ચાર ટેસ્ટ જીતવી જરૂરી
ન્યૂઝીલેન્ડ સામે હાર બાદ પણ ટીમ ઇન્ડિયા નંબર વન
ભારતીય ટીમને ન્યુઝીલેન્ડની સામે હારનો મોટો ઝટકો લાગ્યો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચવા માટે ભારતને હવે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચમાં ભારતને 8 વિકેટથી હાર મળી છે. આ હારથી ભારતને મોટો ઝટકો લાગ્યો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચવા માટે ભારતને હવે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ આગામી 2 ટેસ્ટ મેચ જીતવી પડશે અને સાથે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 5 ટેસ્ટ મેચની સીરિઝમાં ઓછામાં ઓછી 2 મેચમાં જીત મેળવવી પડશે.
હાર બાદ પણ ભારતીય ટીમ World Test Championshipના પોઈન્ટ ટેબલમાં નંબર વન પર છે પરંતુ આવનારી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે સારું પ્રદર્શન કરી જીત મેળવવી પડશે. આ હારની સાથે ભારતની જીતની શક્યતા 68 ટકા થઈ ગઈ છે. બેંગ્લુરુ ટેસ્ટ મેચ બાદથી ભારતીય ટીમે હવે 7 ટેસ્ટ મેચ રમશે. જેમાંથી ભારતને ઓછામાં ઓછા 4 ટેસ્ટ મેચમાં જીત મેળવવી પડશે. ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 2 અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતને 5 ટેસ્ટ મેચ વધુ રમવાની છે. એટલે કે, ભારતની પાસે 7 ટેસ્ટ મેચ છે. આ દરમિયાન ભારતીય ટીમને ઓછામાં ઓછી 4 મેચમાં હવે જીત મેળવવી પડશે.