રાજદ્વારી સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતે 20 થી 22 નવેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં યોજાનારી પ્રથમ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સિવિલાઇઝેશનલ ડાયલોગ ફોરમમાં પાકિસ્તાનના રાષ્ટ્રીય વારસો અને સંસ્કૃતિ મંત્રી ઔરંગઝેબ ખાન ખીચીને આમંત્રણ આપ્યું છે. ભારતે તમામ 10 SCO સભ્ય દેશોને ફોરમમાં આમંત્રણ આપ્યું છે.
પહેલગામ આતંકવાદી હુમલા પછી મે 2025 માં ભારત દ્વારા શરૂૂ કરાયેલ ઓપરેશન સિંદૂર બાદ ભારત-પાકિસ્તાન સંબંધોમાં તણાવ વચ્ચે આ આમંત્રણ આપવામાં આવ્યું છે, અને લશ્કરી કાર્યવાહી પછી કોઈ વરિષ્ઠ પાકિસ્તાની મંત્રીને આ પ્રકારનું પ્રથમ આમંત્રણ છે.
જો ખીચી હાજરી આપે છે, તો તે મે 2023 માં ગોવામાં SCO કાઉન્સિલ ઓફ ફોરેન મિનિસ્ટર્સની બેઠકમાં હાજરી આપ્યા પછી કોઈ વરિષ્ઠ પાકિસ્તાની મંત્રી દ્વારા ભારતની પ્રથમ મુલાકાત હશે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે 20 ઓક્ટોબરના રોજ તાજિકિસ્તાનના દુશાંબેમાં SCO કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્નમેન્ટની બેઠકમાં આ ફોરમની જાહેરાત કરી હતી, અને કહ્યું હતું કે બધા સભ્ય દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મંચનો હેતુ સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવવા અને સભ્ય દેશો વચ્ચે પરસ્પર સમજણને પ્રોત્સાહન આપવાનો છે.
