ઇન્ડિયા ગઠબંધનનો જ્ઞાનેશકુમાર સામે મોરચો, 5 રેલીનું આયોજન

મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર અને SIR ને લઈને ચાલી રહેલા હોબાળા વચ્ચે વિપક્ષના INDIA ગઠબંધનની બેઠક યોજાઈ હતી. આ બેઠક દિલ્હીના કોન્સ્ટીટ્યુશન ક્લબમાં…

મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર અને SIR ને લઈને ચાલી રહેલા હોબાળા વચ્ચે વિપક્ષના INDIA ગઠબંધનની બેઠક યોજાઈ હતી. આ બેઠક દિલ્હીના કોન્સ્ટીટ્યુશન ક્લબમાં યોજાઈ હતી. બેઠકમાં 19 પક્ષોએ ભાગ લીધો હતો. પણ ડીએમકે, આપ અને તામીલનાડુના મુખ્યમંત્રી વિજયના પક્ષે ભાગ લીધો નહોતો.
INDIA ગઠબંધનની બેઠક બાદ રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી હતી કે ચર્ચા ખૂબ જ ફળદાયી રહી. મુખ્ય મુદ્દો મતોની ચોરીનો છે. અમે આને ચૂપચાપ સહન નહીં કરીએ. જેમણે ભારતની લોકશાહીનો નાશ કર્યો છે તેમને સજા થવી જ જોઈએ; તેઓ કોણ છે તેનાથી કોઈ ફરક પડતો નથી.

મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે વિપક્ષના નેતા રાહુલ ગાંધી ઓક્ટોબરના બીજા સપ્તાહમાં રાષ્ટ્રપતિને મળવા માટે સમય માંગશે. અમે ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન પાંચ રેલીઓ યોજીશું. 1 નવેમ્બરે દિલ્હીમાં એક મોટી રેલી યોજાશે; સ્થળ અને તારીખની જાહેરાત બાદમાં કરવામાં આવશે. સરકાર લોકોના અધિકારો કેવી રીતે છીનવી રહી છે તે વિશે અમે દેશને જણાવવા માંગીએ છીએ.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે પક્ષોએ સામૂહિક નિર્ણય લીધો છે. ચર્ચા ત્રણથી સાડા ત્રણ કલાક સુધી ચાલી હતી, જેમાં કેટલાક સહભાગીઓ ઓનલાઇન જોડાયા હતા. ઉદ્ધવ ઠાકરે અને હેમંત સોરેને પોતાના વિચારો રજૂ કર્યા હતા. દરેક વ્યક્તિએ એકજૂથ થઈને અને દ્રઢતાપૂર્વક લડાઈ લડવાની જરૂૂરિયાત પર ભાર મૂક્યો. રાહુલ ગાંધી, મમતા બેનર્જી અને અન્ય નેતાઓએ મહત્વપૂર્ણ સૂચનો અને સલાહ આપી.
’ઈંગઉઈંઅ’ ગઠબંધનની બેઠકમાં તેમની ગેરહાજરીને લઈને થઈ રહેલા રાજકીય પ્રહારો વચ્ચે, અખિલેશ યાદવે કહ્યું કે ભાજપની ચિંતાનું મુખ્ય કારણ એ છે કે એક દ્રઢ અને એકજૂથ ’INDIA ’ ગઠબંધન આ લડાઈ માટે સજ્જ છે.

’INDIA ’ ગઠબંધનની બેઠક દરમિયાન, રાહુલ ગાંધીએ પ્રશ્નો ઉઠાવ્યા અને તેના જવાબો પણ પોતે જ આપ્યા. તેમણે પૂછ્યું કે CEC જ્ઞાનેશ કુમાર એકમાત્ર એવા ભારતીય કેમ છે જેમને આજીવન સંપૂર્ણ કાનૂની સુરક્ષા પ્રાપ્ત છે; તેમણે દાવો કર્યો કે આવું એટલા માટે છે કારણ કે વડાપ્રધાન મોદી ચૂંટણીમાં ગેરરીતિ આચરવા માટે તેમનો ઉપયોગ કરે છે.

બેઠકના પ્રારંભિક સંબોધનમાં, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સંયુક્ત કાર્યયોજના સાથે INDIA ગઠબંધનમાં એકતા પર ભાર મૂકતા ભવિષ્યની ચૂંટણીઓ માટે જઈંછ-પૂર્વેની મતદાર યાદીનો ઉપયોગ કરવા અને ઊટખને બદલે બેલેટ પેપર દ્વારા મતદાન કરવાની હિમાયત કરી હતી. “જ્યારે નાગરિકોના મૂળભૂત લોકશાહી અધિકારો દાવ પર હોય ત્યારે INDIA ગઠબંધનના પક્ષોએ એકજૂટ થઈને ઊભા રહેવું જોઈએ. તેથી, આપણે આ બેઠકમાંથી એક સ્પષ્ટ કાર્યક્રમ સાથે બહાર નીકળવું જોઈએ,” ખડગેએ કહ્યું.