T20 મહિલા વર્લ્ડ કપમાં ભારતે બાંગ્લાદેશને 5 વિકેટે હરાવ્યું, શેફાલીની શાનદાર ફિફ્ટી

ભારતે બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવ્યું. આ જીતથી ટીમ ઈન્ડિયાની મહિલા T20 વર્લ્ડ કપ 2026 ના સેમિફાઇનલમાં પહોંચવાની શક્યતા વધી ગઈ છે. પહેલા બેટિંગ કરતા બાંગ્લાદેશે…

ભારતે બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવ્યું. આ જીતથી ટીમ ઈન્ડિયાની મહિલા T20 વર્લ્ડ કપ 2026 ના સેમિફાઇનલમાં પહોંચવાની શક્યતા વધી ગઈ છે. પહેલા બેટિંગ કરતા બાંગ્લાદેશે 136 રન બનાવ્યા. જવાબમાં, ભારતીય ટીમે 17મી ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું અને સરળ વિજય મેળવ્યો. ટીમ ઈન્ડિયા માટે શેફાલી વર્માએ 53 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. જ્યારે મેચ રસાકસી તરફ જઈ રહી હતી ત્યારે જેમીમા રોડ્રિગ્સે બેટિંગથી તબાહી મચાવતા ભારતનો વિજય સુનિશ્ચિત કર્યો.

137 રનના લક્ષ્યનો પીછો કરતા, ટીમ ઈન્ડિયાએ સ્મૃતિ મંધાના (8 રન)ની વિકેટ વહેલા ગુમાવી દીધી. જોકે, શેફાલી વર્માએ લગભગ 156 ના ધમાકેદાર સ્ટ્રાઈક રેટથી 53 રનની અડધી સદી ફટકારી. શેફાલીની શક્તિશાળી અડધી સદીએ ટીમ ઈન્ડિયાને મજબૂત શરૂૂઆત અપાવી અને તેણે યાસ્તિકા ભાટિયા સાથે 45 રનની મૂલ્યવાન ભાગીદારી કરી.

ભારતીય બેટ્સમેનોએ વચ્ચેની ઓવરોમાં સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. એક સમયે, તેમણે 76 રન પર ફક્ત એક જ વિકેટ ગુમાવી હતી, પરંતુ આગામી 22 રનમાં ત્રણ બેટ્સમેન આઉટ થવાથી ભારતીય ટીમ બેકફુટ પર આવી ગઈ હતી. 14મી ઓવરના અંત સુધીમાં પણ ટીમ ઈન્ડિયા ખૂબ જ ધીમા રન રેટથી રમી રહી હતી.14મી ઓવર પછી, ડ્રિંક્સ બ્રેક હતો અને જ્યારે રમત ફરી શરૂૂ થઈ ત્યારે જેમીમા રોડ્રિગ્સે પોતાની શાનદાર બેટિંગ કરવામાં શરૂૂ કર્યું. રોડ્રિગ્ઝના તોફાનને કારણે, ટીમ ઈન્ડિયાએ ડ્રિંક્સ બ્રેક પછીના નવ બોલમાં 24 રન ઉમેર્યા અને મોટી જીત તરફ આગળ વધ્યું. રોડ્રિગ્ઝે 15 બોલમાં 26 રન બનાવ્યા. 8 પોઈન્ટ સુધી પહોંચવું આફ્રિકા માટે સરળ છે. તેથી, ભારતે 28 જૂને ઓસ્ટ્રેલિયાને કોઈપણ કિંમતે હરાવવું પડશે.

શ્રીચરણી સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બની
ભારતની ડાબોડી સ્પિનર શ્રી ચરણી મહિલા T20 વર્લ્ડ કપ 2026 માં પોતાનો જાદુ ચલાવી રહી છે. વિરોધી બેટ્સમેન શ્રી ચરણીના સ્પિનનો સામનો કરી શકતા નથી. આ જ કારણ છે કે તેણીએ આ ટુર્નામેન્ટમાં એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. શ્રી ચરણીએ બાંગ્લાદેશ સામે બે વિકેટ લીધી અને એક જ મહિલા T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ભારતીય બોલર માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની હતી. શ્રી ચરણીએ 2020 ના T20 વર્લ્ડ કપમાં 10 વિકેટ લેનાર લેગ-સ્પિનર પૂનમ યાદવનો રેકોર્ડ તોડ્યો હતો. રસપ્રદ વાત એ છે કે, આ ટુર્નામેન્ટમાં શ્રી ચરણીની બોલિંગમાં ચાર કેચ ડ્રોપ થયા હતા. જો આ કેચ લેવામાં આવ્યા હોત, તો તેણીએ વિશ્વ રેકોર્ડ તોડી નાખ્યો હોત.