ભારતે ટેનિસ ખેલાડીઓ માટે નિયુકત કર્યા ‘એઆઇ’ કોચ

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો આ જમાનો છે અને જેમ મોબાઇલ તથા કમ્પ્યુટર વિના કોઈને ચાલે નહીં એમ હવે એઆઇની પણ જાણતાં-અજાણતાં મદદ લેવામાં આવતી હોય છે…

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો આ જમાનો છે અને જેમ મોબાઇલ તથા કમ્પ્યુટર વિના કોઈને ચાલે નહીં એમ હવે એઆઇની પણ જાણતાં-અજાણતાં મદદ લેવામાં આવતી હોય છે અને એ બાબતને લક્ષમાં રાખીને ઑલ ઇન્ડિયા ટેનિસ અસોસિયેશન એ ‘એઆઇ કોચ’ નામનું ડિજિટલ સાધન અપનાવ્યું છે જે ટેનિસ ખેલાડીઓને જરૂૂરી જાણકારીઓ પૂરી પાડશે તેમ જ હરીફ ખેલાડીની તાકાત અને નબળાઈઓ પર પ્રકાશ પણ પાડશે.

એઆઇ ની મદદ લેવાથી ખેલાડીને તરત જ અન્ય ખેલાડીના રેન્કિંગ, તેના રેન્કિંગ પોઇન્ટ, તેની સામેના તેનો ભૂતકાળનો પર્ફોર્મન્સ વગેરેને લગતી માહિતી મળશે. ટૂંકમાં, એઆઇ ખેલાડીને ટૂર્નામેન્ટ માટે તેમ જ મેચ માટે અગાઉથી સારી રીતે તૈયાર રહેવામાં મદદ કરશે. હાલમાં આ ડિવાઇસ અસોસિયેશન પાસે બીટા વર્ઝનમાં ઉપલબ્ધ છે અને હજી ડેવલપ થઈ રહ્યું છે. સમય જશે એમ ‘એઆઇ કોચ’ ખેલાડીઓને વધુને વધુ ડેટાબેઝ તથા અન્ય જરૂૂરી જાણકારી પૂરી પાડશે. ડિજિટલ ક્ષેત્રે તેમ જ એકંદરે ટેક્નોલોજીમાં સમયાંતરે કંઈક નવી શોધ થતી રહેતી હોય છે અને એને અનુરૂૂપ રહેવામાં ભારતના ટેનિસ ખેલાડીઓને ‘એઆઇ કોચ’ ખૂબ ઉપયોગી બનશે.