Sports
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમત અને બિઝનેસમાં લાંબાગાળાના સંબંધ
ટીમ ઇન્ડિયાના કપ્તાહ રોહિત શર્માનું ઓસ્ટ્રેલિયન સંસદમાં હૃદય સ્પર્શી ભાષણ
ટીમ ઈન્ડિયા 5 મેચોની ટેસ્ટ સીરીઝ માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ભારતના કપ્તાન રોહિત શર્માએ ગુરુવારે ઓસ્ટ્રેલિયાની સંસદમાં એક હૃદયસ્પર્શી ભાષણ આપ્યું હતું. તેણે ક્રિકેટના મેદાન પર અને તેની બહાર ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ગાઢ સંબંધો પર ભાર આપ્યો હતો. રોહિત શર્માએ કહ્યું કે, આવનારા સમયમાં તે ઓસ્ટ્રેલિયામાં સારી ક્રિકેટ રમવા માગે છે અને ખૂબ મજા કરવા પણ માગે છે. રોહિત શર્માએ સંસદમાં પોતાના ભાષણમાં કહ્યું કે, ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમત અને બિઝનેસમાં લાંબા સમયથી સંબંધ જોડાયેલા છે. અમે અહીં ક્રિકેટ રમવાનો આનંદ લીધો. ફેન્સનું જુનૂન અને ખેલાડીઓના કારણે ઓસ્ટ્રેલિયા એક ચેલેન્જિંગ ટીમ છે. દુનિયાની સર્વશ્રેષ્ઠ ટીમ વિરુદ્ધ રમવું અમારા માટે સારુ છે. અમે ઓસ્ટ્રેલિયામાં સફળતા પ્રાપ્ત કરી છે અને હાલમાં જ એક ટેસ્ટ મેચ જીતી છે.
રોહિત શર્માએ આગળ કહ્યું કે, અમે આ લયને આગળ લઈ જવા માગીએ છીએ. અમે કલ્ચરનો પણ આનંદ લેવા માગીએ છીએ. મને આશા છે કે, અમે બાકી બચેલી મેચોમાં ઓસ્ટ્રેલિયન અને ભારતીય ફેન્સ ખૂબ જ એન્જોય કરીશું. અમે સારી ક્રિકેટ રમવાની સાથે સાથે દેશમાં મજા કરવા માટે પણ ઉત્સાહિત છીએ. ઓસ્ટ્રેલિયા એક શાનદાર જગ્યા છે અને આશા છે કે, અમે આગામી અઠવાડિયામાં સારી ક્રિકેટ રમીશું. અહીં આવીને ખુશી થઈ અને અમે બોલવા માટે આપનો આભાર.
રોહિત શર્મા પહેલી ટેસ્ટ રમી શક્યો નહોતો. તે પોતાના બાળક સાથે થોડો સમય વિતાવા માગતો હતો અને એટલા માટે તેણે બીસીસીઆઈમાંથી રજા લીધી હતી. તેની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહે કપ્તાની સંભાળી હતી. જોકે, રોહિત શર્મા હવે ટીમ સાથે જોડાઈ ગયો છે અને તે આગામી ટેસ્ટમાં કપ્તાની કરવા માટે તૈયાર છે. રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા બીજી ટેસ્ટ 6 ડિસેમ્બરે રમશે.