Sports

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ઇન્ડિયા ‘એ’ ટીમની જાહેરાત, ગાયકવાડ કેપ્ટન

Published

on

15થી 17 નવેમ્બર વચ્ચે પણ મેચ રમશે


ટીમ ઈન્ડિયાને આ વર્ષના અંતે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાનું છે, જ્યાં ટીમે 5 મેચોની ટેસ્ટ સિરીઝ રમવાની છે. આ પહેલા ઈન્ડિયા અની ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. અહીં ઈન્ડિયા એ ટીમ ઓસ્ટ્રેલિયા એ સામે મેચ રમશે. આ માટે ઈન્ડિયા એ ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમ (ઈંગઉઈંઅ)ની કમાન ઋતુરાજ ગાયકવાડના હાથમાં સોંપવામાં આવી છે.


ઈન્ડિયા અની ટીમ ઓસ્ટ્રેલિયા અની સામે બે મેચ રમશે. આ સિવાય ટીમે એક-એક ઈન્ટ્રા સ્ક્વોડ મેચ પણ રમવાની છે. આ મેચ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયા સામે રમાશે. આ મેચ ત્રણ દિવસની હશે. આ મેચ પર્થના વાકાના મેદાનમાં 15થી 17 નવેમ્બર વચ્ચે રમાશે. ટીમ ઈન્ડિયાને બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ પણ પર્થમાં જ રમવાની છે. તેથી ટીમ ઈન્ડિયાને આ મેચથી ફાયદો થઈ શકે છે.


ઈન્ડિયા અ ટીમ : ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), અભિમન્યુ ઈશ્વરન (વાઈસ-કેપ્ટન), સાઈ સુદર્શન, નીતિશ કુમાર રેડ્ડી, દેવદત્ત પડિક્કલ, રિકી ભુઈ, બાબા ઈન્દ્રજીત, ઈશાન કિશન (વિકેટકીપર), અભિષેક પોરેલ (વિકેટકીપર), મુકેશ કુમાર, ખલીલ અહેમદ, યશ દયાલ, નવદીપ સૈની, માનવ સુથાર, તનુષ કોટિયન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version