બગસરામાં PGVCL કચેરીએ વીજ લોડની ફરિયાદ કરવા ગયેલા વડીલો સાથે અશિષ્ટ વર્તન

બગસરા પેટા વિભાગીય પીજીવીસીએલ કચેરીનો વહીવટ તદ્દન ખાડે ગયો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. શહેરના અશોક સોસાયટી, તિરુપતિ નગર સોસાયટી અને અમરપરા સહિતના અનેક…

બગસરા પેટા વિભાગીય પીજીવીસીએલ કચેરીનો વહીવટ તદ્દન ખાડે ગયો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. શહેરના અશોક સોસાયટી, તિરુપતિ નગર સોસાયટી અને અમરપરા સહિતના અનેક વિસ્તારોમાં લાંબા સમયથી વીજ લોડની ગંભીર અનિયમિતતાના કારણે સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ વીજ સમસ્યા અંગે સ્થાનિક લોકો દ્વારા પીજીવીસીએલ તંત્રને અગાઉ અનેકવાર લેખિતમાં પણ રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

બીજી તરફ, કથળેલા વહીવટ વચ્ચે પીજીવીસીએલ કચેરીના કર્મચારીઓની જોહુકમી અને ઉદ્ધત વર્તન પણ સામે આવ્યું છે. તે દરમિયાન ત્યાં ફરજ પરના કર્મચારી તળાવિયાએ પ્રથમ તો અરજી જ સ્વીકારવાની ના પાડી હતી. ત્યારબાદ આ વડીલ સાથે અપમાનજનક અને અશિષ્ટ ભાષામાં વર્તન કર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.કચેરીના કર્મચારી દ્વારા કરવામાં આવેલા આ અણછાજતા વર્તનથી વ્યથિત થઈને ભોગ બનનાર સિનિયર સિટીઝને આ સમગ્ર મામલે પીજીવીસીએલના ઉચ્ચ કક્ષાના અધિકારીઓને લેખિતમાં ફરિયાદ પાઠવી છે.

સ્થાનિક રહીશોએ વીજ પુરવઠો તાકીદે નિયમિત કરવા તેમજ અરજદારો સાથે ગેરવર્તણૂક કરનારા કર્મચારી સામે તાત્કાલિક ધોરણે કડક શિક્ષાત્મક પગલાં ભરવા ઉગ્ર માંગ કરી છે. બગસરા ડેપ્યુટી એન્જિનિયર હિરેન મહિડા ને બગસરા સિટીના ફોલ્ટ ની અનેકવાર રજૂઆત કરી હતી લોકોએ અરજીઓ પણ કરી છે છતાં પોતાની મનમાની કરતા હોય આંખ આડા કાન કરી લોકોના પ્રશ્નનો નિકાલ કરતા નથી બગસરામાં લોકો ઈચ્છે છે કે સારા અધિકારી મુકાય જેથી તેમની માંગણીઓ અને ફોલ્ટ સારી રીતે પૂરા કરી શકે તેમ લોક મૂકે ચર્ચાઈ રહ્યું છે.