ગુજરાત

એસટીની એક્સ્ટ્રા બસોના ટિકિટ ભાડામાં રૂા.25 સુધીનો વધારો

Published

on

ગાંધીનગરથી રાજકોટનું ભાડું રૂા.239: તહેવાર દરમિયાન વતન અને ફરવા જતા મુસાફરોમાં કચવાટ: નિગમ 8340 વધારાની બસો દોડાવશે

દિવાળીના તહેવારમાં શ્રમિકોને પોતાના વતન અનેસહેલાણીઓને પ્રવાસનના સ્થળોએ પહોંચાડવા માટે એસટી નિગમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એસટી નિગમ દ્વારા દોડાવવામાં આવનાર વધારાની બસોના ભાડામાં રૂા. 20થી 40નો વધારો કરવામાં આવ્યો છે.
તહેવારની સિઝનમાં ખાનગી વાહન ચાલકો દ્વારા ભાડામાં બેફામ વધારો ઝિંકવામાં આવતો હોય છે અને મુસાફરોને લુંટવામાં આવતા હોવાની રાવ અનેક વખત ઉઠી છે.

ત્યારે રાજ્ય સરકાર દ્વારા મુસાફરોને લુંટતા બચાવવા માટે તહેવારની સિઝનમાં વધારાની બસો દોડાવવામાં આવતી હોય છે. હાલ દિવાળીમાં અંદાજે 8000થી વધારે ટ્રીપોનું સંચાલન કરવામાં અવશે. તેમાં એસટી નિગમ દ્વારા ટિકિટના ભાવમાં 20થી 25 રૂપિયાનો વધારો ઝિંકી દેવામાં આવ્યોો છે. એસટી નિગમ દ્વારા વધારાની બસના ભાડામાં વધારો કરતા મુસાફરોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.


દિવાળીના તહેવારોને લઇને એસટી નિગમ દ્વારા તા. 26થી 30 ઓક્ટોબર દરમિયાન કુલ 8,340 એકસ્ટ્રા બસો દોડાવાશે. હાલમાં દૈનિક એડવાન્સ બુકિંગમાં 18 ટકાનો વધારો થયો છે. સુરતથી 2,200, દક્ષિણ-મધ્ય ગુજરાતથી 2,900, સૌરાષ્ટ્ર-કચ્છથી 2,150 અને ઉત્તર ગુજરાતથી 1,090 બસો દોડાવાશે.


એકસ્ટ્રા બસોમાં ગાંધીનગરથી રાજકોટનું 239, જુનાગઢનું 306, સોમનાથનું 377, પોરબંદરનું 360, ઉનાનું વાયા અમરેલી 316 અને વાયા ભાવનગરનું 336, સાવરકુંડલાનું 276 અને ભાવનગરનું 224 રૂૂપિયા, કૃષ્ણનગરથી રાજકોટનું 226, જુનાગઢનું 293, સોમનાથનું 363, અમરેલીનું 244, ઉનાનું વાયા અમરેલીથી 304 અને વાયા ભાવનગરથી 323, સાવરકુંડલાનું 261, ભાવનગરનું 205 અને ધારીનું 268, બાપુનગરથી રાજકોટનું 226, જુનાગઢનું 288, સોમનાથનું 363, અમરેલીનું 243, ઉનાનું વાયા અમરેલી 304 અને વાયા ભાવનગર 318, સાવરકુંડલાનું 261, ભાવનગરનું 205 અને ધારીનું 261 તેમજ ગીતામંદિરથી રાજકોટનું 214, જુનાગઢનું 283, સોમનાથનું 352, પોરબંદરનું 339, અમરેલીનું 239, ઉના વાયા અમરેલીનું 298, વાયા ભાવનગરનું 316, સાવરકુંડ.લાનું 254, ભાવનગરનું 199, ધારીનું 261, ભુજનું 307, મોરબીનું 206, દાહોદનું 215, ઝાલોદનું 201 અને સુરતનું 285 રૂૂપિયા ભાડું નક્કી કરાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version