Site icon Gujarat Mirror

ગોંડલના વિકસીત નાગડકા રોડ ખાતે રુ.1.60 કરોડના ખર્ચે બનેલા આઇસીસી રોડનું લોકાર્પણ

ગોંડલ શહેરના સર્વાંગી વિકાસમાં વધુ એક સીમાચિહ્ન ઉમેરતા ગોંડલનાગડકા રોડ ખાતે ₹1.60 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ અદ્યતન આર.સી.સી. રોડનું લોકાર્પણ ગોંડલ વિધાનસભાના યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજાના વરદ હસ્તે ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું.

નાગડકા રોડ પર રોયલસીટી,રાજહંસ,સાયોના,રામેશ્વર પાર્ક, શિવ શક્તિ, તિરુમાલા સહીત સોસાયટીઓ આવેલી છે.ત્યારે લોકાર્પણ કરાયેલ સિમેન્ટ રોડ આ વિસ્તારોનાં લતાવાસીઓ માટે ખુબ મહત્વ ધરાવે છે.
ગણેશભાઈ એ જણાવ્યું કે ધારાસભ્ય ગીતાબા જાડેજાનું આધુનિક ગોંડલ નું સ્વપ્ન અહી સાકાર થઈ રહ્યુ છે.શહેર નાં નવાં અને વિકસીત વિસ્તારો માં લાઇટ,પાણી,સફાઈ કે રોડ રસ્તા સહીત ની સુવિધાઓ માટે અમે કટીબદ્ધ છીએ. લોકાર્પણ કાર્યક્રમ માં શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા,મહામંત્રી જેકીભાઈ પરમાર, નગરપાલિકાના ઉપપ્રમુખ પરીતાબેન ગણાત્રા,કારોબારી અધ્યક્ષ ક્રિપાલસિંહ જાડેજા, સદસ્યઓ અર્પણાબેન આચાર્ય, મનીષભાઈ રૈયાણી, જેન્તીભાઈ સાટોડીયા,રમેશભાઈ સોંદરવા, ચિફ ઓફિસર અશ્ર્વીનભાઇ વ્યાસ, વરિષ્ઠ આગેવાન પૃથ્વીસિંહ જાડેજા, મનુભાઇ કોટડીયા, ગૌતમભાઇ પાંભર,યુવા ભાજપ નાં પારસભાઇ રૈયાણી,રોયલ સીટીનાં ઓનર નિતીનભાઇ ગાજીપરા,પ્રવિણભાઈ ગોંડલીયા,સાયોના સોસાયટીનાં રમેશભાઈ રૈયાણી ,ધર્મેન્દ્રભાઇ ગજેરા, બટુકભાઇ પાંભર, અશોકભાઈ લીંબાસીયા,રામેશ્વર પાર્ક નાં પ્રમુખ મયુરભાઈ આચાર્ય, મહામંત્રી વિમલભાઇ જોશી, ઉપપ્રમુખ રાજુભાઈ મકવાણા, રોહીતભાઇ પ્રજાપતિ, દિલીપભાઈ કાઠી સહિત ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ નવો માર્ગ સ્થાનિકોની સુવિધામાં વધારો કરશે અને વિસ્તારની કાયાપલટ કરશે તેવી આશા સાથે સૌએ ગણેશભાઈ જાડેજા અને તેમની ટીમના વિકાસલક્ષી કાર્યોને બિરદાવ્યા હતા.

Exit mobile version