વાંકાનેરના વઘાસિયામાં નસેડીએ દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો કરી એસિડ પી લીધું

ધોરાજીના નાની વાવડીમાં શ્રમિક યુવાને વખ ઘોળતા સારવારમાં ખસેડાયો વાંકાનેરના વઘાસીયા ગામે રહેતી પરિણીતા સાથે પતિએ દારૂના નશામાં ઝઘડો કરી એસિડ ગટગટાવી લીધું હતું. યુવકને…

ધોરાજીના નાની વાવડીમાં શ્રમિક યુવાને વખ ઘોળતા સારવારમાં ખસેડાયો

વાંકાનેરના વઘાસીયા ગામે રહેતી પરિણીતા સાથે પતિએ દારૂના નશામાં ઝઘડો કરી એસિડ ગટગટાવી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, વાંકાનેર તાલુકાના નવા વઘાસીયા ગામે રહેતાં કિશનભાઈ નારણભાઈ સોલંકી નામનો 42 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે સંધ્યા ટાણે દારૂના નશામાં પત્ની કોમલબેન સાથે ઝઘડો કર્યો હતો અને બાદમાં દારૂના નશામાં એસિડ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

આ ઉપરાંત બીજા બનાવમાં ધોરાજીના નાની વાવડી ગામે ખેત મજુરી અર્થે આવેલા રાહુલ નરેશભાઈ ભુરીયા નામના 18 વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.