ગુજરાત

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિના નામે રૂા. 1.26 કરોડ પડાવ્યા

Published

on

છેતરપિંડીની રકમ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા મોટા પ્રમાણમાં નકલી એકાઉન્ટ ખોલાવ્યા, કંબોડિયન ગેંગના ચારની ધરપકડ

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસના નામે ડીજીટલ એરેસ્ટની ધમકી આપી રૂા. 1.26 કરોડ પડાવી લેનાર કંબોડિયન ગેંગના અમદાવાદના ચાર સભ્યોની અમદાવાદ સાઈબર ક્રાઈમ સેલે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. આ ટોળકી કંબોડિયન ગેંગ માટે બેન્ક એકાઉન્ટ ખોલવાનું કામ કરતી હતી. અને છેતરપીંડીની રકમ આ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી.


દેશ વિરોધી આતંકી ફંડ હોવાનું કહી ડરાવ્યા સેટેલાઇટના નિવૃત્ત અધિકારી પર 25 દિવસ પહેલા અજાણ્યા મોબાઇલ નંબર પરથી સીબીઆઇ અને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના જસ્ટિસના નામે કોલ આવ્યો હતો. જેમાં તેમને જણાવવામાં આવ્યું હતું કે, તેમના નામે બે કરોડ જેટલી રકમના ગેરકાયદેસર ટ્રાન્જેક્શન થયા છે. આ કરોડો રૂૂપિયા દેશ વિરોધી આતંકી ફંડના હોવાની શક્યતા છે. જેથી સીબીઆઇએ ગુનો નોંધીને તપાસ શરૂૂ કરી છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં રિક્વેસ્ટ કરી છે, કોર્ટડ તમારી પુછપરછ થશે.


1.26 કરોડ ચકાસવાનું કહીને અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા સુપ્રીમ કોર્ટના નામથી વૃદ્ધ ડરી ગયા હતા.
બાદમાં તેમને વીડિયો કોલથી ડિજિટલ અરેસ્ટ થયાનું કહીને તેમના બેંક એકાઉન્ટ, ફિક્સ ડિપોઝિટ અને અન્ય રોકાણોની વિગતો મેળવીને 1.26 કરોડ ચકાસવાનું કહીને અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી હતી. જે વેરિફિકેશન બાદ 48 કલાકમાં પરત આપી દેવાનું કહીને ફોન કટ કરી દીધો હતો.
ચાર આરોપીઓને પકડી પકડાયા આ બાબતે વૃદ્ધે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતાં તેની તપાસ શરૂૂ કરવામાં આવી હતી.


જેમાં છેતરપિંડીના નાણાં ક્યા-ક્યા બેંક એકાઉન્ટમાં ગયા હતા? તેની તપાસ એસીપી માંકડિયા અને ઇન્સ્પેકટર ટી. આર. ગઢવી દ્વારા કરવામાં આવી હતી. જેમાં અમદાવાદમાં રહેતા મહોમદ હુસૈન જાવેદ અલી, તરૂૂણસિંહ વાઘેલા, બ્રિજેશ પારેખ અને શુભમ ઠાકર નામના યુવકોને ઝડપી લેવામાં આવ્યા હતા.
આરોપીઓ કમિશનના બદલામાં નાણાં પહોંચાડતા આ અંગે સાયબર ક્રાઇમના એસીપી હાર્દિક માકડિયાએ જણાવ્યું કે, છેતરપિંડી માટે જે લીંકનો ઉપયોગ કરાયો હતો.


તે લીંકનું આઇપી એડ્રેસ કંબોડિયાનું હોવાનું જાણવા મળ્યું છે. ઝડપાયેલા તમામ આરોપીઓ આ ગેંગ સુધી નાણાં પહોંચે તે માટે મોટા પ્રમાણમાં બેંક એકાઉન્ટ ખોલવાનું કામ કરતા હતા. જેના બદલામાં તેમને કમિશન મળતું હતું. આ ઉપરાંત, આરોપીઓની અન્ય ભૂમિકા તપાસમાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version