ગુજરાત

હરણી બોટ દુર્ઘટનામાં સરકારે રીપોર્ટ નહીં પણ વાર્તા રજૂ કરી : હાઈકોર્ટની ઝાટકણી

Published

on

પ્રિન્સિપાલ સેક્રેટરીના રિપોર્ટને પાછો ખેંચવો પડયો, નવેસરથી તપાસ કરી પગલાં લેવા આદેશ


હરણી બોટ દુર્ઘટના મામલે હાઇકોર્ટમાં સુનાવણી યોજાઇ હતી જેમાં એડવોકેટ જનરલ દ્વારા રાજ્ય સરકાર વતી હાઇકોર્ટમાં જવાબ રજૂ કરાયો હતો. જો કે સુનાવણીમાં હાઇકોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે એક સ્ટોરીની જેમ સમગ્ર રિપોર્ટ તૈયાર કરાયો છે અને આ રિપોર્ટ પાછો નહીં ખેંચો તો અમે સખત ઓબ્ઝર્વેશન સાથે ઓર્ડર પાસ કરીશું. હાઇકોર્ટના આકરા વલણ બાદ એડવોકેટ જનરલે તપાસ અહેવાલ પાછો ખેંચ્યો હતો.


હરણી બોટ દુર્ઘટના મામલે હાઇકોર્ટમાં સુનાવણી યોજાઇ હતી જેમાં એડવોકેટ જનરલ દ્વારા રાજ્ય સરકાર વતી હાઇકોર્ટમાં જવાબ રજૂ કરાયો હતો. અહેવાલ મુજબ 1 ફેબ્રુઆરી 2017 માં વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. પ્રથમ વખતનું પ્રપોસલ રદ કરવામાં આવ્યું અને બીજી વખતમાં આપવામાં આવ્યું હતું. 10 ડિસેમ્બર 2015 માં બીજી ઊઘઈં મંગાવવામાં આવી, થોડા દિવસમાં 2 પ્રપોસલ આવ્યા હતા.


જો કે પ્રિન્સિપાલ સેક્રેટરી દ્વારા રજૂ કરાયેલા તપાસ અહેવાલ સામે હાઇકોર્ટે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે તપાસ કમિટી એ રજૂ કરેલા રિપોર્ટમાં ચોક્કસાઈ નથી. હાઇકોર્ટે ઝાટકણી કાઢતા કહ્યું કે એક સ્ટોરીની જેમ સમગ્ર રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.


હાઇકોર્ટે સણસણતો સવાલ કર્યો હતો કે મ્યુ. કમિશનર ખુદ સહી કરે છે અને ટેન્ડર માન્ય રાખે છે તો કઈ રીતે તેનો વાંક નથી. આ રિપોર્ટ પાછો ખેંચો નહીં તો અમે સખત ઓબ્ઝર્વેશન સાથે ઓર્ડર પાસ કરીશું તેમ હાઈકોર્ટે જણાવ્યું હતું.


એડવોકેટ જનરલે હાઇકોર્ટની ફટકાર બાદ તપાસ અહેવાલ પાછો ખેંચ્યો હતો. જવાબદાર અધિકારી પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં .અમે વ્યક્તિગત રીતે કોઈની સામે નથી પણ જન હિતમાં જે જરૂૂરી છે તે પ્રકારના હુકમો કરવા જરૂૂરી છે તેમ હાઈકોર્ટે જણાવ્યું હતું.


સુનાવણી દરમિયાન અમુક તબક્કે એડવોકેટ જનરલે કોર્ટેની માફી પણ માંગી હતી અને કહ્યું કે આવી દુર્ઘટનાઓમાં સરકાર કોઈપણને છોડવા માગતી નથી. આખી ઘટનાની નવેસરથી, તમામ રેકોર્ડની જોયા બાદ તપાસ કરી, ખાતાકીય અને શિસ્ત ભંગના પગલાં લઈ, કોર્ટને પરિણામ જણાવવા કોર્ટે સરકારને નિર્દેશ આપ્યા હતા.

આ રિપોર્ટની હકીકત સાચી હોય તો આખે આખી સિસ્ટમ ફોલ્ટી છે
પ્રિન્સિપાલ સેક્રેટરી એવું કહેવા માંગે છે કે આમાં કંઈ જ ખોટું નથી? તેવો સવાલ હાઇકોર્ટે કર્યો હતો. હાઇકોર્ટે કહ્યું કે જો આ હકીકત છે તો આખે આખી સિસ્ટમ ફોલ્ટી છે. કોર્ટને રિપોર્ટ આપવામાં આવે છે તો વ્યવસ્થિત રિપોર્ટ તૈયાર કરવો જોઈએ તેમ જણાવતાં હાઇકોર્ટે કહ્યું કે જુનિયર અધિકારીઓને ફસાવવા માંગતા હોય તેવું લાગી રહ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version