ગુજરાત
કોટડાસાંગાણીના રાજપરા ગામે દારૂ પીવા બાબતે ઠપકો આપતા પતિના હાથે પત્નીની હત્યા
બોથડ પદાર્થના ઘા ઝીંકી મહિલાને પતાવી દીધી, પતિને સકંજામાં લેવા તજવીજ
કોટડાસાંગાણીના રાજપરા ગામે આદિવાસી મહિલાની લાશ મળ્યા બાદ તેની હત્યા થયાનું ખુલતા પોલીસે તપાસ હાથધરી છે.આ મામલે પોલીસે તપાસ કરતા આ હત્યા તેમના પતિએ જ કરી હોવાનું તપાસમાં ખુલ્યું હતું.તેમની ધરપકડ કરવા તજવીજ શરૂૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ,રાજપરા ગામે વાલજીભાઇ ધ્રાંગીયાની વાડીમાં કામ કરતી બાટીબાઇ સુરસંગ બરડે(ઉ.વ.50) નામની મહિલાની લાશ મળતા કોટડાસાંગાણી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. મૃતક મહિલાનો શરીરે ઇજાના નિશાન જોવા મળતા પોલીસે મોતનું ચોકકસ કારણ જાણવા લાશને ફોરેન્સીક પી.એમ માટે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખસેડી હતી.દરમ્યાન આદિવાસી મહિલાની તેના પતિએ જ હત્યા કર્યાનું ખુલ્યુ છે.
દારૂૂ પીવા બાબતે ઠપકો આપતા ઉશ્કેરાયેલા પતિએ આદિવાસી મહિલાને બોથર્ડ પદાર્થ મારી પતાવી દિધાનું ખુલતા કોટડાસાંગાણી પોલીસે તપાસ હાથધરી છે.મૃતકને ત્રણ દીકરા અને એક દીકરી છે તેમજ પોતે મૃત મધ્યપ્રદેશના બડવાના વતની હતા અને તેઓ ચાર વર્ષથી રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણીના રાજપરામાં વાડીમાં રહી ખેતમજૂરી કરતા હતા.