ગુજરાત
ગોંડલના મોવિયામાં તમામ સમસ્યાનું સમાધાન મહિલાઓ પાસે
ગોંડલ તાલુકા નું સૌથી મોટુ અને પ્રગતિશીલ ગણાતા મોવિયા માં મહીલા રાજ પ્રવર્તી રહ્યુ હોય તેમ મુખ્ય હોદ્દાઓ પર મહીલાઓ બિરાજમાન બની મહીલા સશક્તિકરણ નું ઉદાહરણ પુરું પાડી રહીછે. મોવિયામાં સરપંચ કંચનબેન ખુંટ છે.તો મીનાબેન હાંસલીયા, રિધ્ધિબેન ભાલાળા, પ્રેમીલાબેન ખુંટ,પ્રફુલાબેન કાલરીયા,ભાનુબેન સાંડપા, સંતરાબેન ભાલાળા, રસીલાબેન ઝાપડા સદસ્ય તરીકે ચુંટાયા છે.અહી જીલ્લા પંચાયત ની બેઠક પર લીલાબેન ઠુંમર તથા તાલુકા પંચાયત ની બેઠક પર જયશ્રીબેન ખુંટ બિરાજમાન છે.
હોદ્દાઓ સાથે આ મહીલાઓ વિકાસ કાર્યોમાં અગ્રેસર બની મહત્વનું યોગદાન આપી સહીછે.અહી તલાટી મંત્રી તરીકે કાજલબેન તથા ત્વિષાબેન પાનસુરીયા, રેવન્યુ મંત્રી તરીકે વિરલબેન ધડુક ફરજ બજાવી રહ્યા છે.તેમની મદદમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે હિરલબેન કાલરીયા, રિતિકાબેન વારીયા,અંજલીબેન જોષી સેવા આપી રહ્યા છે. વાત અહીંથી અટકતી નથી.અહીની ક્ધયા વિદ્યાલય હાઇસ્કૂલ માં પ્રિન્સિપાલ તરીકે ડો.રેખાબેન પાંચાણી તેમજ પ્રાથમિક સ્કુલ માં અલ્કાબેન લાંબા ફરજ બજાવી રહ્યા છે.
અહીની પોસ્ટ ઓફિસ માં પણ પોસ્ટ માસ્તર તરીકે મહીલા રેખાબેન કુબાવત ફરજ બજાવે છે.આશ્ર્ચર્ય એ વાત નું થાય કે અહીની એસ.બી.આઈ.બેન્ક માં પણ હરપ્રિતા બેન કૌશીક ફરજ બજાવી રહ્યા છે. અહીની દુધ મંડળીનાં પ્રમુખ પણ મહીલા છે. પુજાબેન ખુંટ પ્રમુખ તરીકે બખુબી વહીવટ સંભાળે છે.તો સહકારી મંડળી માં રેખાબેન ભાલાળા પ્રમુખ તરીકે સેવા આપેછે.
આમ એક સમયે ગોંડલ નાં રાજકારણ નું એપી.સેન્ટર ગણાતા મોવિયા માં મહીલાઓ શિરમોર બની વેગવંતો વહીવટ ચલાવી રહી છે. અહીં ઘરે-ઘરે એકાંતરા પિવાનું પાણી નળ વાટે મળી રહ્યુ છે.ઘરે-ઘરે કચરો લેવા રોજીંદા ટ્રેકટરો અને ટીપરવાન ફરતી રહેછે.ગામ ની સ્ટ્રિટલાઇટ લેમ્પ નું દર અઠવાડીએ ચેકઅપ તથા રિપેરિંગ થાય છે.ગ્રામ્ય પંચાયત કચેરીએ ફરિયાદ રજીસ્ટર રખાયુ છે.સરપંચ કંચનબેન ખુંટ તેનો દૈનિક અભ્યાસ કરી પ્રશ્ર્નો નું નિરાકરણ લાવેછે.
રાજકોટ જીલ્લામાં મોવિયા ગ્રામ પંચાયત પ્રથમ નંબરે રહી છે. હાલમાં જ મહીલા સરપંચ કંચનબેન ખુંટનું મુખ્યમંત્રી ગામ અસ્મિતા યોજના અંતર્ગત રુ.સવાલાખ નો ચેક અર્પણ કરી સન્માન કરાયું હતુ.
આમ મહીલા અબળા નહીં પણ સબળા અને શક્તિ સ્વરુપા હોવાનું ઉદાહરણ મોવિયા પુરુ પાડી રહ્યુ છે.અધુરાં માં પુરુ હોય તેમ ગોંડલ પંથક માં ધારાસભ્ય પણ મહીલા છે.સતત બીજી ટર્મ મા ગીતાબા જાડેજા ધારાસભ્ય પદે ચુંટાયા છે.