Site icon Gujarat Mirror

માંડવીના રત્નાપરમાં ઘરકંકાસમાં પ્રેમીના હાથે પ્રેમિકાની ગળુ દબાવી નિર્દયી હત્યા

માંડવી તાલુકાના રત્નાપર મઉં ગામે મહિલાના મોત કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. ખુદ પતિએ જ ઘર કંકાસમાં પત્નીનું ગળું દબાવી મામલાને બીમારીથી મોતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.જોકે પોલીસની તપાસમાં હકીકતો સામે આવતા હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આ બાબતે ગઢશીશા પોલીસમાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે, માંડવી તાલુકાના રત્નાપર મઉં ગામે રહેતા મૂળ છોટાઉદેપુર બોડેલીના ધરતીબેન (ડો. ઓ. મહેશભાઇ સોલંકી)વાડીમાં હતા ત્યારે રાત્રીના સમયે ફીટ આવી જતા મોઢામાંથી ફીણ નીકળી આવ્યા હતા જેઓને CHC ગઢશીશા લઈ જતા તબીબે મૃત જાહેર કર્યા હતા. જે તે સમયે ગઢશીશા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો. ફજોકે મરણ જનાર ધરતીબેનના પીએમ રિપોર્ટમાં શંકા ગઈ હતી જેથી ગઢસીસા પોલીસ દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું.જેમાં હાથ વડે ગળું દબાવવાના કારણે મોત થયાનું સામે આવ્યું હતું.

મરણ જનારને ગઢસીસા CHC માં લઇ જનાર અને પોલીસમાં જાણવાજોગ દાખલ કરાવનાર પ્રેમી શંકાના દાયરામાં આવ્યો હતો.જેથી પોલીસે 27 વર્ષીય સદગુરુ પ્રવીણભાઈ તડવીની આગવી ઢબે પૂછપરછ કરી હતી. જેમાં તે ભાંગી પડ્યો અને ઘરકંકાશમાં મહિલાનું ગળું દબાવી હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી. મોત થયા બાદ તેને ગઢશીશા CHC માં લઈ જઈ ખેંચ આવી હોવાનું જણાવી બીમારીથી મોતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.

હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. તપાસમાં સામે આવ્યું કે, આ સદગુરૂૂ તડવી હતભાગી ધરતીબેનને ભગાડીને રત્નાપર મઉં ગામે આવ્યો હતો. બે-અઢી મહિનાથી તે સાથે રહેતો હતો. બન્નેના લગ્ન થયા ન હતા પરંતુ બન્ને સાથે રહેતા હતા. બન્ને વચ્ચે થયેલા કંકાસમાં આવેશમાં આવીને સદગુરૂૂએ ગળું દબાવી મહિલાની હત્યા કરી મામલાને બિમારીથી મોતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. ગઢશીશાના ઇન્ચાર્જ પીઆઇ સી. વાય. બારોટ, પીએસઆઇ એમ. કે. પરમાર સહિતના કાર્યવાહીમાં જોડાયા હતા.

Exit mobile version