ગોંડલમાં પત્ની રિસામણે જતાં બાળકોને મળવા ગયેલા યુવક ઉપર સાસરિયાનો હુમલો

શાપરમાં પરિણીતાએ ગૃહ કલેશથી કંટાળી એસીડ પી લેતા સારવારમાં ખસેડાઇ ગોંડલ રિસામણે બેઠેલી પત્ની પાસે રહેલા બાળકોને મળવા ગયેલા યુવક ઉપર સસરા અને સાળા સહિતના…

શાપરમાં પરિણીતાએ ગૃહ કલેશથી કંટાળી એસીડ પી લેતા સારવારમાં ખસેડાઇ

ગોંડલ રિસામણે બેઠેલી પત્ની પાસે રહેલા બાળકોને મળવા ગયેલા યુવક ઉપર સસરા અને સાળા સહિતના શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલમાં આવેલા વિજયનગરમાં રહેતા રાહુલ શશીકાંતભાઈ ચૌહાણ નામનો યુવાન ગોંડલમાં આવેલ હોસ્પિટલ ચોક પાસે હતો ત્યારે સસરા રાજુભાઈ અને સાળા સાહિલ સહિતના શખ્સોએ ઝઘડો કરી ધોકા તલવાર વડે માર માર્યો હતો હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં રાહુલ ચૌહાણની પત્ની હાલ બાળકો સાથે રિસામણે બેઠી છે જેથી રાહુલ ચૌહાણ બાળકોને મળવા માટે ગયો હતો. ત્યારે સસરા અને સાળા સહિતના શખ્સોએ ઝઘડો કરી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં શાપર વેરાવળમાં આવેલા શાંતિધામમાં રહેતી રીનાબેન રાજનભાઈ પાસવાન નામની 34 વર્ષની પરપ્રાંતિય પરિણીતાએ ગૃહકલેશથી કંટાળી એસિડ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.