કેશોદમાં બેંકમાંથી નાણા ઉપાડી જતા વ્યક્તિની નજર ચુકવી લાખોની ચોરી, આરોપી ઝબ્બે

સોડા પીવા ઉભેલા વેપારીની રોકડની ચોરી કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો કેશોદ ધોળા દિવસે ચારચોક પાસે બૈંક માંથી દોઢ લાખ જેવી રકમ ઉપાડી મોટરસાયકલ ના થેલામાં…

સોડા પીવા ઉભેલા વેપારીની રોકડની ચોરી કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

કેશોદ ધોળા દિવસે ચારચોક પાસે બૈંક માંથી દોઢ લાખ જેવી રકમ ઉપાડી મોટરસાયકલ ના થેલામાં પૈસા મુકી ફરિયાદી સોડા શોપ પર સોડા પીવા જતાં પૈસાનો થેલો કોઈ તસ્કર લય જતાં પોલીસ દોડતી થઇ હતી અને તાત્કાલિક સીસીટીવી અને નાકાબંધી વગેરે કરી ગણતરીના કલાકોમાં આરોપી નો ફિલ્મી ઢબે પીછો કરી તેને મુદામાલ સાથે પોલીસે ઝડપી લીધો હતો.

કેશોદ ના બલભદ્ર રાયજાદા નામના વ્યક્તિએ ચારચોક ખાતેથી બેંકમાંથી પૈસા ઉપાડી મોટરસાયકલ ના થેલામાં પૈસા મુકી અને બાજુમાં આવેલા એક સોડા શોપ પર તેઓ સોડા પીવા માટે ગયા હતા અને તેઓ સોડા પીઈને પરત ફરતા થેલામાં પૈસા ન દેખાતાં તેઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને પોલીસ દ્વારા નાકાબંધી તેમજ સીસીટીવી કેમેરા વગેરે ની મદદથી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને આરોપી નો પીછો કરી તેમને જેતપુર પાસેથી મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેની સામે ધોરણસરની કાયેવાહી હાથ ધરી છે આમ આ કેસમાં પોલીસે તાત્કાલિક જરૂૂરી કાર્યવાહી હાથ ધરતાં ગણતરીના કલાકોમાં આરોપી મુદામાલ સાથે ઝડપાઈ ગયો હતો ત્યારે કેશોદ છેલ્લાં ધણા સમયથી દિન દહાડે ચોરીઓનાં બનાવો વધતા જતાં હોય ત્યારે પોલીસ એલર્ટ રહી કામ કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.