જૂનાગઢમાં વગર લગ્ને સાથે રહેતી યુવતીને પ્રેમીએ દસ્તા અને ધોકાના ઘા ઝીંકયા

જૂનાગઢમાં છેલ્લા એક વર્ષથી વગર લગ્ને સાથે રહેતી યુવતીને પ્રેમી સહિતના શખ્સોએ દસ્તા અને ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલી યુવતીને સારવાર માટે ખસેડવામાં…

જૂનાગઢમાં છેલ્લા એક વર્ષથી વગર લગ્ને સાથે રહેતી યુવતીને પ્રેમી સહિતના શખ્સોએ દસ્તા અને ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલી યુવતીને સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, જૂનાગઢમાં મેંદરડા રોડ પર રહેતી જયોતીબેન રમેશભાઈ પરમાર નામની 20 વર્ષની યુવતી ભોળાભાઈ ગોવિંદભાઈ સાથલીયાના ઘરે હતી ત્યારે પતિ ભોળાભાઈ સહિતના શખ્સોએ ઝઘડો કરી દસ્તા અને ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલી યુવતીને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

પ્રાથમિક પુછપરછમાં હુમલામાં ઘવાયેલી યુવતી બે ભાઈ ત્રણ બહેનમાં નાની છે અને છેલ્લા એકાદ વર્ષથી વગર લગ્ને ભોળાભાઈ સાથલીયા સાથે રહે છે. બન્ને વચ્ચે અણબનાવ બનતા પ્રેમીએ યુવતીને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે જૂનાગઢ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.