Site icon Gujarat Mirror

જસદણમાં પ્રેમીના પરિવારે જમીન વેંચાણનાં 8 લાખ ઓળવી ગયાનું આળ મુકતા પરિણીતાએ ઝેર પીધું

oplus_2097184

પતિના ત્રાસથી 4 મહિનાથી બહેનપણી સાથે રહેતી પરિણીતાને સોશિયલ મીડિયામાં પ્રેમ થયો’તો; સ્યુસાઈડ નોટ મળી

જસદણમાં રહેતી પરિણીતા પતિના ત્રાસથી છેલ્લા ચાર મહિનાથી સહેલીના ઘરે રહેવા ચાલી ગઈ હતી. જે દરમિયાન છેલ્લા ત્રણ મહિનાથી ઈન્સ્ટાગ્રામમાં યુવક સાથે આંખ મળી જતાં બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. પ્રેમીએ વેચેલી જમીનના રૂપિયા આઠ લાખ પરિણીત પ્રેમિકા ઓળવી ગઈ હોવાનું પ્રેમીના પરિવારે આળ મુકતાં પ્રેમિકાએ ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર પરિણીતા પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, જસદણમાં આવેલા પોલીસ મથક પાછળ રહેતી હિનાબેન સાહીલભાઈ કાળવાતર નામની 21 વર્ષની પરિણીતા જસદણમાં આવેલા બગીચામાં હતી ત્યારે રાત્રીના સાડા દસેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર પરિણીતા પાસેથી એક સ્યુસાઈડ નોટ હાથ લાગી હતી.

પ્રાથમિક પુછપરછમાં હિનાબેન કાળવાતર પતિના ત્રાસથી છેલ્લા ચાર મહિનાથી બહેનપણી ભાવનાબેનના ઘરે રહેતી હતી તે દરમિયાન ઈન્સાટાગ્રામ મારફતે જસદણનાં હિતેશ કોળી સાથે પ્રેમ થયો હતો. હિતેશ કોળીએ ભાવનગર રોડ પર આવેલી જમીન વેચી મારી હતી. જેના રૂપિયા આઠ લાખ હિના કાળવાતર ઓળવી ગઈ હોવાનું પ્રેમિ હિતેશ કોળી અને તેના પરિવારે આળ મુકતાં હિનાબેન કાળવાતરે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે જસદણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version